જંબુસર નગર સહિત પંથક છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા કમોસમી આકાશી આફતના પગલે કારતકમા અપાઢી માહોલ સર્જાયો હોય તેમ જણાઈ રહ્યુ છે.છેલ્લા પાંચ દિવસથી ત્રાટકેલી રહેલ આકાશી આફતના પગલે પંથકમા પાણી પાણી થઈ ગયુ છે. મળસ્કે ચાર વાગ્યાના અરસામા નગર સહિત પંથકમા વરસાદ શરૂ થઈ ગયો હતો. અને ધીમેધીમે વરસાદનુ જોર વધતા નિચાણવાળા વિસ્તારમાં પાણી પાણી થઈ ગયુ હતુ. પાંચ દિવસથી ત્રાટકી રહેલ કોસમી આકાશી આફતથી પંથકનો તાત તોબા પોકારી ઉઠયો છે. જગતના તાતનો તૈયાર થયેલ ઉભો મોલ જેવો કે કપાસ, તુવેર, મગ, મઠ, દિવેલાનો પાક નાશ થવાની આરે આવી ગયો હોય ધરતીપુત્રોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.

દેવુ કરીને મોંઘુ બિયારણ વાવીને મહેનત કરી પાક તૈયાર કર્યો અને આકાશી આફતે વિનાશ કરી દેતા પંથકના ધરતીપુત્રોને સહાય મળે તે માટે ધારાસભ્ય દેવકિશોર સ્વામી તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન વનરાજસિંહ મોરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.આ ઉપરાંત પાંચ દિવસથી પડી રહેલ કમોસમી વરસાદના પગલે પંથકના પાંચ દિવસથી પડી રહેલ કમોસમી વરસાદથી ઈંટ ઉત્પાદન કરતા ભઠ્ઠા માલિકોની હાલત કફોડી થઈ ગઈ છે. ઈંટ ઉત્પાદકોએ પોતાના ભઠ્ઠામા દશેરાના દિવસે પુજન અર્ચન કરી ઈંટ ઉત્પાદન શરૂ કર્યું હતુ. અને થોડા દિવસોમા માવઠુ થતા પંથકમા આવેલ ૫૦ થી વધુ ભઠ્ઠાઓ મા મોટી સંખ્યામા ઉત્પાદન કરાયેલ ઈંટ ધોવાઈ ગઈ હતી.

અને તેના પગલે ઈંટ ઉત્પાદકોને લાખો રૂપિયાનુ નુકસાન થયુ હોવાનુ ઈંટ ભઠ્ઠા એસોસિએશનના વલ્લભભાઈ રોહિતે જણાવ્યુ હતુ અને તેઓએ સરકાર પાસે સહાયની માંગ કરી હતી. માવઠાના પગલે ઈંટ ઉત્પાદન પ્રકીયામા વિલંબ સર્જાતા ઈંટના ભાવમા વધારો થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ડિજિટલ યુગ ન્યૂઝ જંબુસર,

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









