વાગરા ના દહેજમાં હિટ એન્ડ રનની ઘટનામા ભાઈ-બહેન ના મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના દહેજમાં હિટ એન્ડ રનની ઘટનામા બે સગા ભાઈ બહેન ના મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.પોલીસે અકસ્માત સર્જી ભાગી છૂટેલા દ્રાઈવર ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.વાગરા ના દહેજની અર્થવશેષ એન્વાયરો કંપનીમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી.જેમાં બે બાળકોને કોન્ક્રીટ મિલર ચાલકે કચડી નાખ્યા હતા.અકસ્માત સર્જી મિલર ચાલક ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો હતો.માસૂમ બાળકો ને કચડી નાખી ફરાર દ્રાઈવર ને પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચના દહેજના સામંતપોર સ્થિત અથર્વ શેષ એન્વાયરો કંપનીમાં કન્સ્ટ્રકશન ચાલી રહ્યું છે. જેમાં મૂળ મધ્યપ્રદેશના નરેશ મેડા છેલ્લા બે મહિનાથી પરિવાર સાથે અહીં રહી કડીયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહયા છે.મંગળવારે સાંજે એક કોન્ક્રીટ મિલર મીક્ષર મશીન માલ ભરી કંપનીમાં આવ્યું હતું. પુરપાટ ઝડપે આવેલા વાહન ચાલકે નજીકમાં રમતા શ્રમિક પરિવારની ૭ વર્ષીય દીકરી રમીલા અને એક વર્ષના પુત્ર વૈદીકને અડફેટે લઈ કચડી નાખ્યા હતા.અકસ્માતનો અવાજ આવતા નજીકમાં જ કામ કરતા પિતા સહિત અન્ય શ્રમિકો દોડી આવતા મીલર મીક્ષર મશીનનો ડ્રાઈવર મશીન લઈને કંપની બહાર ભાગી ગયો હતો. દહેજ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી બે માસૂમ બાળકોના મોત નિપજાવનાર ઉત્તરપ્રદેશના ફરાર વાહન ચાલક શમભુ રામકુમાર ભારતીને ઝડપી લઇ તેની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

સૈયદ અમજદ

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!