ડાકોર ખાતે વહોરા સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓ નું સન્માન સમારંભ યોજાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડાકોર ના વહોરા સમાજ ટ્રસ્ટ દ્વારા નીલકમલ પાર્ટી પ્લોટ ખાતે તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.સમાજના પ્રમુખ જીયાઉદ્દીન એ.વહોરા ની અધ્યક્ષતામાં યોજાયેલા સત્કાર સમારોહ માં તાલુકા ના સેવાલિયા, ડાકોર, ઉમરેઠ, કાલસર, ધુણાદરા, અંધાડી તેમજ ઠાસરા ના છાત્રો ને ઇનામ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ ના મુખ્ય મેહમાન તરીકે ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર,ચરોતર સુન્ની વહોરા સુધારક મંડળ,૬૮ સમાજ ગુજરાત રાજ્ય ના પ્રમુખ હાજી નુરૂલ હસન વહોરા (અમદાવાદવાળા), ચરોતર સુન્ની વહોરા કો.ઓપ.ક્રેડિટ સોસાયટી મહેમદાવાદના ચેરમેન હાજી યાસીનભાઈ મન્સૂરી, ચરોતર કો. ઓપ.ક્રેડિટ સોસાયટી,ઉમરેઠના ચેરમેન હાજી ગુલામઅહમદ વહોરા (કેરીવાલા),સલીમભાઈ મન્સૂરી મહેમદાવાદવાળા,ઈદરીશ ભાઈ મન્સૂરી (ક્રિસ્ટલ),ડાકોર નગર પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહ, ડૉ. હરેન્દ્ર ભાઈ પંડ્યા,ફિરોજભાઈ મહુધાવાળા,હાજી ઐયુબ ભાઈ અંગાડીવાળા,ઇરશાદ ભાઈ વહોરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

MBBS, Pharmacy, ગ્રેજ્યુએટ,ધો-૧૦ તેમજ ધો-૧૨ ઉપરાંત વિવિધ ક્ષેત્રે ઊચ્ચ ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલ કુલ ૪૨ વિદ્યાર્થીઓને ટ્રોફી સાથે ઇનામ આપી સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.વધુમાં સમાજ દ્વારા ચાલતી આર્થિક સહાય યોજના હેઠળના કુલ ૭ લાભાર્થીઓ તથા સ્કોલર શીપ યોજના હેઠળના કુલ ૧૧ વિદ્યાર્થીઓને આમંત્રીત મહેમાનોના હસ્તે યોજનાઓના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

ડાકોર વહોરા સમાજના કુલ ૨૭ ભાઈઓનું સમાજ તરફથી ટ્રોફી આપી સત્કાર કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે સમારંભ ના મુખ્ય મહેમાન અને ઠાસરા વિધાનસભા મતવિસ્તારના યુવા ધારાસભ્ય યોગેન્દ્ર સિંહ રામસિંહ પરમારે પ્રસંગ ને અનુરૂપ પ્રવચન કર્યું હતું.અંતમાં સમાજના સેક્રેટરી ઈરફાનભાઈ યુ. વહોરા એ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ આવેલા તમામ મહેમાનો, દરેક કારોબારી સભ્યો, વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમાજના સેક્રેટરી ઇરફાન યુ વહોરા એ કર્યું હતું.

યાસીન શેખ,અંગાડી

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!