દહેજ ની બીરલા કોપર ખાતે કોપર સ્મેલ્ટર કોમ્પલેક્ષ ના વિસ્તરણ માટે પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દહેજ માં ૧૨ હજાર કરોડ ના ખર્ચે કોપર, સોનુ, ચાંદી અને સલ્ફયુરીક એસિડ ની ઉત્પાદન ક્ષમતા વિસ્તૃતિકરણ પ્લાન્ટ માટે લોકસુનાવણી યોજવામાં આવી હતી.વિસ્તૃતિકરણ બાદ કોપર નું ૯ લાખ ટન,સોનું ૫૩ ટન, ચાંદી ૪૫૦ ટન, સલ્ફયુરીક એસિડ ૨૬ લાખ ટન નું વાર્ષિક ઉત્પાદન થશે.ભરૂચ જીલ્લાના લખીગામ ખાતે આવેલ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના બિરલા કોપર યુનિટ ના રૂ.૧૨ હજાર કરોડ ના ખર્ચે થનાર વિસ્તરણ પ્રોજેક્ટ ની જાહેર સુનાવણી યોજાઈ હતી.બિરલા કોપરના વિસ્તૃતિકરણ વર્તમાન ૩૪૦ હેક્ટર જમીન માં જ કરવામાં આવશે. પર્યાવરણ સુરક્ષા માટે રૂ ૨૫૦૦ કરોડ ના ખર્ચ કરશે એવી માહિતી પર્યાવરણ સુનાવણી માં કંપની દ્વારા જાહેર કરવામાં આવી હતી.

આ વિસ્તરણ પ્રોજેક્ટ થકી નવી ૨૦૦૦ રોજગારી ની તકો ઉપલબ્ધ થશે. અને આનુષંગિક વ્યવસાયો માટે પણ તકો ઉપલબ્ધ થશે.આ લોક સુનાવણી માં કુલ ૩૬ જેટલી રજૂઆતો અને સૂચનો સ્થાનિક અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા કરાઈ હતી જેમાં મહદ અંશે કંપની ના વિસ્તૃતિકરણ ની યોજના ને સમર્થન આપ્યું હતું. વિકાસ ની સાથે વધતી સમસ્યાઓ નોંધ્યું માં રાખી બિરલા જુથ દ્વારા આરોગ્ય ક્ષેત્રે ભવ્ય નમુનેદાર હોસ્પિટલ બનાવે અને સંચાલન કરે તેવી રજૂઆતો કરાઈ હતી. આ કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોક સુનાવણીનું સંચાલન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના કે એન વાઘમશી તેમજ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એન એમ મનાની ની અધ્યક્ષતા માં થયું હતું.દહેજ ના સરપંચ જયદીપ સિહે સ્થાનિક શિક્ષિત બેરોજગરો ને રોજગારી ની વ્યવસ્થા સંદર્ભે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

જીપીસીબી અધિકારી ને પ્રદુષણ મામલે રજુઆત કરી હતી.વધુમાં આવનાર નવા પ્રોજેક્ટ ને આવકાર્યો હતો.લેન્ડ લુઝર્સ ને થઈ રહેલ નોકરી ની સમસ્યા દૂર કરવા રજુઆત કરવામાં આવી હતી.સાથે જ દહેજ પંથકમાં એક મોટી હોસ્પિટલ ની સ્થાપના કરવા માંગણી કરાઈ હતી.આ તબક્કે પ્રદીપ સિંહે જણાવ્યું હતું કે પર્યાવરણ શુદ્ધિકરણ,વ્યસન મુક્તિ અભિયાન,આરોગ્યલક્ષી સુવિધાઓ,બાળકો ને શિક્ષણ,અનાથ બાળકો ને દત્તક લઇ કંપની ઉચ્ચ શિક્ષણ અપાવે,કોઈક યુવાનો નોકરીએ ન જતા હોય અને કંપની સામે દાદાગીરી કરતા હોય તેને ડામવા ની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.સાથે જ પંથકના બાળકો ને કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે તેવી માંગ મુકવામાં આવી હતી.

 

લખીગામના નરેશ ગોહિલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે સીએસઆર એક્ટિવિટી બાબતે કાયમી ધોરણે કામ કરી ગ્રામ વિકાસ ના કાર્યો હાથ ધરાય.એબીપીએસ સ્કૂલ ખાતે ભણવા જતા બાળકો ને ટ્રાન્સપોર્ટેશન મફત આપવામાં આવે,બિરલા ટાઉનશીપ ના બાળકો જેવી જ સુવિધા લખીગામના બાળકો ને આપવામાં આવે,કંપની દ્વારા ઉત્પાદિત વીજળી લખીગામ ને વિના મૂલ્યે આપવામાં આવે તેમજ ગટર યોજના નો લાભ લખીગામ ને આપવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી.વધુમાં ગ્રીન બેલ્ટ સામે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો,આરોગ્ય ની સુવિધા મફત સારવાર માટે ભલામણ ઉપરાંત ચોમાસામાં વરસાદી પાણી ના ત્વરિત નિકાલ ની વ્યવસ્થા માટે મુદ્દો ઉપસ્થિત કરાયો હતો.ગંભીર રોગો થી પીડાતા લોકો ને સારવાર માટે આર્થિક મદદ પુરી પાડવામાં આવે,ટેક્નિલ શિક્ષણ મેળવનાર બાળકો ને યોગ્ય રોજગારી ની તક પુરી પાડવામાં આવે,તેવી માંગ કરાઈ હતી.કોલસા થી સંચાલિત પાવર પ્લાન્ટ પર્યાવરણ તેમજ સ્વાસ્થ માટે ખૂબ ગંભીર છે.તેથી તેનો વિરોધ નોંધાવ્યો હતો.કોનોકારપસ વૃક્ષ ની વાવણી સામે વિરોધ ઉઠાવવા સાથે વાગરા અને દહેજ પંથકમાં આવેલ કંપની ઓમાંથી કોનો કારપસ ના વૃક્ષ દૂર કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચરાઈ હતી.વધુમાં દહેજ પંથકની કંપનીઓ થકી આચરવામાં આવતું પ્રદુષણ પર ત્વરિત અંકુશ મુકવામાં આવે તે બાબતે યંત્ર મુકવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

દહેજ પંથક ની કંપનીઓ પાસે રોજગાર માગતા યુવકો પાસે આધાર કાર્ડ ની માગણી

દહેજ ના આગેવાન રણા પુષ્કર સિંહે લોકસીનાવણી ટાણે અનેક મુદ્દા ઉપસ્થિત કર્યા હતા.તેઓએ કહ્યું હતું કે વિકાસ ની સાથે વિનાશ પણ જોડાયેલ છે.ત્યારે લોકો ના સ્વાસ્થ્ય ની જવાબદારી આપણા સૌ ની છે.દહેજ ઔદ્યોગિક વસાહત મા રોડ પર થતા આડેધડ પાર્કિંગ ને કારણે અકસ્માતમાં લોકો મોત ને ભેટી રહ્યા છે.ટ્રાંફિક જામની ગંભીર સમસ્યા ઉત્પન્ન થાય છે.કંપની ના રિપોર્ટ અનુસાર દારૂ અને ડ્રગ નું વેચાણ વધશે આ જટિલ પ્રશ્ન સામે જાગૃતિ દાખવવી પડશે.જીપીસીબી અત્યારે ઉપસ્થિત છે ત્યારે ધૂળ ની ડમરીઓ ને કારણે માર્ગ પરથી પસાર થતા લોકો ના સ્વાસ્થ્ય અને સલામતી સામે જોખમ ઉભું થયું છે તેની સામે કડક પગલાં લેવાય તેવી માંગણી કરવામાં આવી હતી.તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દહેજ પંથકમાં આવેલ કંપની ના ગેટ પર રોજગારી માટે જતા યુવકો પાસે કંપની સત્તાધીશો દ્વારા આધાર કાર્ડ માંગવામાં આવે છે,તો શું સ્થાનિક યુવકો દાદાગીરી કરે છે…?? તેવો સવાલ ઉઠાવ્યો હતો.તેઓ દ્વારા લોકલ યુવકો ને રોજગારીમાં પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

બિરલા કોપર ને અપાયેલ જગ્યા ને બદલે અન્ય જમીન ની ફાળવણી ન કરાતા આક્રોશ

લખીગામ ના રાકેશ ભાઈ ગોહિલે સરકાર અને સરકારી અધિકારીઓ સામે પ્રશ્ન કરતા રજુઆત કરી હતી કે લખીગામ ના એક સર્વે નમ્બર તેમજ 30 નમ્બર ના તળાવ ની બાજુ ની જગ્યા નું આજે નામો નિશાન નથી.કલેકટર ના આદેશ અનુસાર સદર જગ્યા જીઆઇડીસી દ્વારા સંપાદિત કરવામાં આવી હતી.તેના બદલે એટલી જ અન્ય જમીન સરકારે નિમ કત્વની હોય છે.જે જગ્યાએ આજે બિરલા કોપર નો નવીન પ્લાન્ટ સ્થાપિત થનાર છે તેમ રજુઆત કરતા લોકસુંનાવની માં કરતા સોંપો પડી જવા પામ્યો હતો.સદર જગ્યા ૫૦૦ અબજ રૂપિયાની જગ્યા હોવાનું જણાવ્યું હતું.સરકારી તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન નહિ અપાતા ગામના ઢોરો માટે ચારણ તેમજ પશુઓ નો ઘાસચારો ભયમાં મુકાઈ ગયો છે.સર્વે નમ્બર ૩૦ નું આજે ૨૭ વર્ષ બાદ પણ કોઈ નામો નિધાન નથી.જે ખૂબ ગંભીર બાબત છે.પંચાયત ની જગ્યા બિરલા કોપરે બાન માં લીધેલ જગ્યા મુક્ત કરાવવા માંગણી કરાઈ હતી.કલેકટરે આજદિન સુધી કોઈ પગલાં લેવાયા નથી.બિરલા કોપર ના સત્તાધીશો સમક્ષ ગામના સર્વાંગીક વિકાસ અર્થે રજુઆત કરવામાં આવી હતી.

અદાણી ના કોલસા ના પ્રદુષણ બાબતે રજુઆત કરાઈ

લખીગામ ના અજયભાઈ ગોહિલે રોષ ઠાલવતા ઉગ્ર રજુઆત કરી હતી કે જીપીસીબી ને અદાણી કંપની ના કોલસા ના પ્રદુષણ બાબતે અનેકવાર રજુઆત કરવા છતાંય આજદિન સુધી કોઈ પગલાં લેવાતા નથી.આજે ગામના ૨૫ થી ૩૦ ટકા લોકો વિવિધ રોગોમાં સપડાયેલા જોવા મળી રહયા છે.જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી વાઘમસી એ આ અંગે ઉપલા લેવલે રજુઆત કરવામાં આવી છે.જરૂર પડ્યે પગલાં લેવાશે તેમ જણાવ્યું હતું.જીપીસીબી દ્વારા જે રિપોર્ટ કરવામાં આવે છે તે કંપની ના સમર્થનમાં જ કરવામાં આવે છે.કંપની ની તરફદારી કરી જીપીસીબી શુ સાબિત કરવા માંગે છે તેવો વેધક સવાલ કર્યો હતો.જીપીસીબી દ્વારા વાસ્તવિકતા થી વિપરીત રીપોર્ટ કરવામાં આવતું હોય છે ના આક્ષેપો કરાયા હતા.કંપની એસઓપી નું પાલન નથી કરતી તો અદાણી કંપની વિરુદ્ધ કેમ કાર્યવાહી થતી નથી તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.અદાણી નું કોલસો વહન કરતી ટ્રકો ઓવર લોડ ચાલી રહી છે.સરકારી તંત્ર ઊંઘતું ઝડપાયું છે.પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ઓવરલોડ નિવારી શકાય તેમ છે.આ પ્રશ્ને આરટીઓ કે પોલીસ તંત્ર કોઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરતું નથી.

પોલીસ બળ થી તંત્ર એ ગામની જમીન રિલાયન્સ ને આપી દીધી

લખીગામના યુવાન રાકેશ ગોહિલે ગોચર ની જમીન અને તળાવ નો પ્રશ્ન ઉઠાવી તંત્ર સામે રોષ પ્રગટ કર્યો હતો.અને સાથે જણાવ્યુ હતુ કે ગામની થોડી બચેલી જમીન પણ તંત્ર એ પોલીસ બળ થી લઈ રિલાયન્સ આપી દીધી છે.તો મારો પ્રશ્ન એ છે કે અમે ગોચર જમીન અને તળાવ ના બદલામાં તળાવ નો ઠરાવ કરી ને આપ્યો હતો.તો શું હવે અમને તંત્ર પોલીસને સાથે લઈ અમને ગોચર અને તળાવ અપાવશે.આમ તેમણે ઢોર ચરણ નો પ્રશ્ન ઉઠાવી ગામના પશુપાલકો ની પીડા વ્યક્ત કરી હતી.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!