આણંદ બસ ડેપો ખાતે સફાઈ કામદાર અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં સ્વચ્છોત્સવ કેમ્પેઈન અંતર્ગત ગાંધી જયંતિ નિમિત્તે આણંદ બસ મથકે સફાઈ કામદાર અભિવાદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું.

સદર કાર્યક્રમમાં આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, વિભાગીય નિયામક સી. ડી. મહાજન,સી ટુ સી ફાઉન્ડેશનના સુરેશભાઈ તથા તેમની ટીન ના સભ્યો સહિત આણંદ એસટી ડેપો મેનેજર ઉપરાંત આણંદ ડેપો ટી. આઈ, ટી. સી તથા ટ્રાફિક સ્ટાફ ઉપસ્થિત રહયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તથા વિભાગીય નિયામક અને આણંદ એસટી ડેપો સ્ટાફ દ્વારા સફાઈ કામદારો નું અભિવાદન કરી તેમને પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યુ હતું.

વધુમાં સ્વચ્છતા અંગે દૈનિક વપરાશ કીટ પણ અર્પણ કરવામાં આવી હતી.સી ટુ સી સંસ્થા દ્વારા પ્લાસ્ટિક મુક્ત બસ સ્ટેશન બનાવવા કાપડની થેલી નું વિતરણ કરવામાં આવ્યુ હતું.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









