અંગાડી ગ્રામ પંચાયત ખાતે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામસભા યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગળતેશ્વર તાલુકાના અંગાડી ખાતે આવેલ ગ્રામ પંચાયત કચેરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની જન્મ જયંતી નિમિત્તે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતાહી સેવા કાર્યકર્મ અંતર્ગત ગ્રામસભા નું આયોજન ઉપસરપંચ શકિતર્સિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યુ હતું. જેમાં ગલતેશ્વર ના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વી.ટી.પટેલ,સેવાલિયા સી.એસ.સી ના ડો.નયનાબેન ઠાકોર,તલાટી રાજેશકુમાર પી. બારૈયા, પી.એચ.સી અંગાડી ના સુપરવાઇઝર શૈલેષભાઈ પરમાર, એમબીએચડબલ્યુ મોનાકભાઈ એમ પુરોહિત,દીપકભાઈ વેષ્ણવ,અંબાવ ગામ પંચાયતના સરપંચ કલાવતીબેન સુરેશભાઈ પટેલ,વનોડા પે સેન્ટરના આચાર્ય હિતેશભાઈ મિસ્ત્રી,પત્રકાર યાસીનભાઈ શેખ તેમજ આંગણવાડી બહેનો તથા આશા વર્કર બહેનો,ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગ્રામસભામાં સ્વચ્છ નારી સશક્ત પરિવાર,બાળ વિવાહમુક્ત ભારત અભિયાન તથા આરોગ્ય લક્ષી સેવાઓ,પ્રાથમિક શાળા ના બાળકો ની નિયમિત હાજરી અને કોઈપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે માટે તકેદારી રાખવા તેમજ સફાઈ અભિયાન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત ઉત્કર્ષ કામગીરી કરનાર અંબાવ ગામ પંચાયત ના સરપંચ કલાવતીબેન પટેલ, સી.એચ.સી. સેવાલિયા, પી.એચ.સી. પ્રાથમિક શાળા વનોડા આંગણવાડી કાર્યકર વગેરેનું પ્રમાણપત્ર અર્પણ કરી ગ્રામ સભામાં ઉપસ્થિત મહાનુભવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.ગ્રામ સભામાં ઉપસ્થિત સર્વે ને સ્વચ્છતાના શપથ લેવડાવી મારુ ગામ સ્વચ્છ ગામ સૂત્રને સાર્થક કરવા અનુરોધ કરાયો હતો. સમગ્ર ગ્રામસભા નું સંચાલન તલાટી કમ મંત્રી એ કર્યું હતું.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!