ભરૂચ ખાતે જિલ્લા તેમજ રાજ્યના કામદારોના હિત અને ન્યાય માટે ઔદ્યોગિક કામદાર મંડળ ની રચના કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ખાતેએડવોકેટ કમલેશ એસ. મઢીવાલા તથા એડવોડેટ મહેન્દ્રભાઈ એમ. રાણા તથા ભરૂચ જિલ્લાના અન્ય કામદારોએ ભેગા મળીને “ભરૂચ જિલ્લા ઔદ્યોગિક કામદાર (ગુજરાત) મંડળ ” ની રચના કરવામાં આવી છે.ભરૂચ જિલ્લામાં વાગરા,દહેજ, સાયખા, વિલાયત, અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા જેવી GIDC તથા SEZ, PCPIR વિસ્તાર આવેલો છે.જ્યાં લાખો કામદારો કંપનીઓમાં નોકરી કરી રહયા છે. ત્યારે ખાસ કરીને વાગરા તાલુકામાં ઔધોગિક કામદારોના હિતમાં કામ કરે તેવી સંસ્થાની અત્યંત જરૂર હતી જેથી કરીને “ભરૂચ જિલ્લા ઔદ્યોગિક કામદાર (ગુજરાત) મંડળ” ની સ્થાપનાના વિચારને અમલમાં મુકવામાં આવ્યો હતો.

“ભરૂચ જિલ્લા ઔદ્યોગિક કામદાર (ગુજરાત) મંડળ” એ ભરૂચ જિલ્લા અને ગુજરાત રાજ્યના કામદારોના હિત અને ન્યાય માટે તથા કામદારોના પ્રશ્નો અને સમસ્યાઓને યોગ્ય ફોરમમાં રજુઆત કરવા તથા ગુજરાત રાજ્યના લોકોને ૮૦ ટકા સ્થાનિક રોજગાર મળી રહે તે દિશામાં અને લેન્ડ લુઝરોને ૧૦૦ ટકા રોજગારની સાથે અન્ય સવલતો પ્રદાન થાય તે માટે કાર્ય કરશે.સાથે જ તમામ ઔદ્યોગિક કામદારોને માન સન્માન મળી રહે તેવા આશયથી કામ કરવા માટે કટિબદ્ધ રહેશે.ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રીતે ઘણો વિકાસ કરી રહયો છે.રાજ્યમાં ૧૮૨ GIDC તેમજ ૭ જેટલા SEZ આવેલા છે. વળી ગુજરાત સરકાર દ્વારા ૧૩ જિલ્લાઓમાં બીજી ૨૧ નવી Gidc સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઘણા પ્રોજેક્ટો ગુજરાતમાં આવી રહયા છે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રીતે ઘણું વિકસી રહેલું રાજ્ય છે. ઔદ્યોગિક મૂડી રોકાણમાં ગુજરાત રાજ્ય દેશમાં અવ્વલ છે. ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે દેશભરમાં ગુજરાત રાજ્ય ૨૧ ટકા હિસ્સા સાથે પ્રથમ સ્થાને છે. દેશની કુલ નિકાસમાં ૩૩ ટકાના હિસ્સા સાથે ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને છે.

આ વિસ્તારમાંથી સરકારને અઢળક કમાણી થઈ રહી છે. ભારત ભરમાં એક્સપોર્ટમાં ભરૂચ જિલ્લો પ્રથમ આવ્યો છે. આ તમામ લક્ષ્યાંકો ઔદ્યોગિક કામદારોની મહેનત-લોહી, પસીના થી જ શક્ય બનેલ હોય, કામદારોને પણ માન સન્માન મળે તે ખૂબ જરૂરી છે. ઔદ્યોગિક કામદારોને અને તેઓના પરિવારના વિકાસના સહભાગીદાર બનાવવામાં આવે, તેઓના પરિવારને સારું અને ઉચ્ચ શિક્ષણ,તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સક્ષમ વિકાસ થાય તે પણ ખૂબ આવશ્યક છે અને તેવા તમામ અશયોની પૂર્તિ માટે અને યોગ્ય ફોરમમાં કાયદાકીય કાર્યવાહી કરવા માટે અને શ્રમિક કાયદાઓનું માર્ગદર્શન, પ્રચાર અને પ્રસાર માટેની કામગીરી “ભરૂચ જિલ્લા ઔદ્યોગિક કામદાર (ગુજરાત) મંડળ” તરફથી કરવામાં આવશે.

એડવોકેટ કમલેશ એસ. મઢીવાલા અને એડવોકેટ મહેન્દ્રભાઈ એમ. રાણા એ વાગરા તાલુકા સહિતના ભરૂચ જિલ્લાના અને ગુજરાત રાજ્યના ઔદ્યોગિક કામદારોને “ભરૂચ જિલ્લા ઔદ્યોગિક કામદાર (ગુજરાત) મંડળ” માં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!