વાગરા ના દહેજ સ્થિત બેલ કંપની ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ₹૩૮૧ કરોડના ડ્રગ્સનજથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ સંકલ્પને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભરૂચ ના દહેજ ખાતે ડ્રગ્સ નાબુદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા ૪૪૨ ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹૩૮૧ કરોડથી વધુની કિંમતના, ૮,૦૦૦ કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત પણ કરી હતી.જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.ગાંધીનગરમાં મુખ્ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં જોડાયેલા ૨૧૩ જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપરાંત, રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ ને વધુ સઘન બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી,

જે અંતર્ગત જામીન પર છૂટેલા ૨૬૪૦ જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર ૧૯૭૮ પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવશે. રાજ્ય સરકારની ‘રીવોર્ડ પોલીસી’ હેઠળ, ૭ મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર ૯૨ પોલીસ જવાનોને ₹૨૯.૬૭ લાખની ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું. સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનવનું દહન કરીને ગુજરાત સરકાર નશા વિરોધી અભિયાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે તેમ હર્ષ સંઘવી એ જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી ના ‘ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા’ના આહ્વાન અને ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અંતર્ગત આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત પણ કરવામાં આવી હતી.જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો વિધિવત પ્રારંભ કરાયો હતો.ગાંધીનગરમાં મુખ્ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં ૨૧૩ જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.આ ઉપરાંત રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.જે અંતર્ગત જામીન પર છૂટેલા ૨૬૪૦ જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર ૧૯૭૮ પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જનભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારની ‘માનસ’ હેલ્પલાઇન નંબર ૧૯૩૩ ને ગુજરાતમાં વધુ અસરકારક બનાવવાની સાથે તેના પર આવતી માહિતી સીધી જ મંત્રીના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની પણ જાહેરાત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ડ્રગ્સ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારની ‘રીવોર્ડ પોલીસી’ હેઠળ, ૭ મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર ૯૨ પોલીસ જવાનોને ₹૨૯.૬૭ લાખની ઇનામની રકમ ચેક થી અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ થકી રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપી અને ‘નશા-મુક્ત ગુજરાત’ના નિર્માણ માટેના સંકલ્પને દોહરાવ્યો હતો.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









