“સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” કાર્યક્રમ “સ્વચ્છોત્સવ”કેમ્પેઈન અંતર્ગત શ્રમદાન તથા સ્વચ્છતા રેલી નું આયોજન આણંદ એસટી ડેપો ખાતે કરવામાં આવ્યું હતું.આણંદ બસડેપો ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ બસ અને બસ સ્ટેશનમાં ગંદકી ન થાય અને આસપાસ નું વાતાવરણ સ્વચ્છ રાખવા ની અપીલ સાથે એસ.ટી.ડેપોના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
સદર કાર્યક્રમમાં આણંદ કોમર્સ કોલેજ NSS ના પ્રોફેસર હસમુખભાઈ મકવાણા, બ્રિજેશભાઈ વાળંદ તથા પૂર્વીબેન અમીન તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.જયારે આણંદ એસટી ડેપોમાં ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ ડેપો ના ટી. આઈ , ટ્રાફિક સ્ટાફ, ડ્રાઇવર કંડકટર મિત્રો, વર્કશોપ સ્ટાફ તથા સફાઈ કામદારો ઉપસ્થિત રહયા હતા.સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવી મુસાફર જનતામાં સ્વચ્છતા કેળવવા બાબતે એક સંદેશ પાઠવવામાં આવ્યો હતો.સ્વચ્છતા એ માત્ર એક જ દિવસનું કામ નહીં હોય પરંતુ સૌની સામૂહિક જવાબદારી છે.તેમ એસટી સત્તાધીશોએ જણાવ્યું હતું.
ડિજિટલ યુગ ન્યૂઝ,આણંદ

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092