અંકલેશ્વર સબજેલ માંથી જામીન પર છૂટયા બાદ છેલ્લા બે વર્ષથી ફરાર લાલો સોલંકી પાદરાના વીરપુર ખાતેથી ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અંકલેશ્વર ના ટ્રીપલ મર્ડર તથા લૂંટ તેમજ આર્મ્સ એકટના ગુનામાં અંકલેશ્વર તાલુકા સબ જેલ ખાતે સજા ભોગવતા અને વચગાળાના જામીન ઉપર છૂટયા બાદ છેલ્લા બે વર્ષથી ફરાર થયેલ આરોપીને વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના વીરપુર ગામ ખાતેથી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો હતો.

પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના જવાનોએ જિલ્લાના બનેલ ગુનાઓમાં પેરોલ જંપ કરેલ આરોપીને પકડવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા.દરમ્યાન પો.કો.અનિલભાઇ દિતાભાઇ કટારાને બાતમી મળી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ટ્રીપલ મર્ડર તથા લૂંટ તેમજ આર્મ્સ એકટના ગુનામાં કાચા કામના આરોપી લાલજી ઉર્ફે લાલો ગણેશભાઇ સોલંકી રહે.મોટા વરાછા.શ્રી ફાર્મની પાછળ,સુરત જી.સુરત, મુળ રહે.રોજીતગામ,મફતીયાપરા, કોળીવાસની બાજુમાં,બોટાદ તા.જી.બોટાદ અંકલેશ્વર તાલુકા સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો.

જેને તા-૧૮/૦૮/૨૦૨૩ ના રોજ વચગાળાના જામીન ઉપર મુકત કરવામાં આવ્યો હતો.વચગાળા જામીનનો સમયગાળો પૂર્ણ થતા લાલજી સોલંકી ને અંકલેશ્વર તાલુકા સબ જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ તે હાજર થયો ન હતો અને છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો.જે વડોદરા જીલ્લાના પાદરા ખાતે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચની ટીમ તપાસમાં પાદરા પહોંચી હતી.આરોપી લાલજી વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના વીરપુર ગામની સીમમાં આવેલ સચીનભાઇ શાંતીલાલ પટેલ ની લીંબુની વાડીમા આવેલ મકાનમાં હાજર હતો.ત્યાથી તેને ઝડપી પાડી પેરોલ ફર્લો સ્કોડ દ્વારા અંકલેશ્વર તાલુકા સબ જેલ ખાતે સોંપવામાં આવ્યો હતો.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!