ભરૂચ જિલ્લાના આમોદ તેમજ અંકલેશ્વર માથી છેલ્લા ૨૧ વર્ષથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ત્રણ બાંગ્લાદેશી નાગરીકો ને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ એસ.ઓ.જી.ના પો.સ.ઇ એ.એ.ચૌધરી તથા પો.સ.ઇ એ.એચ.છૈયા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરીકો શોધી કાઢવા એસ.ઓ.જી.ભરૂચની અલગ-અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ગઇએસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે આમોદ નગર ખાતે છેલ્લા ર૧ વર્ષથી બે બાંગ્લાદેશી નાગરીકો ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે.જેના આધારે પોલીસે રેડ કરી તેઓ ને ઝડપી પાડ્યા હતા.જેઓની સઘન પુછપરછ કરતા તેઓ બાંગ્લાદેશ થી કલકત્તા વાયા દિલ્હી થઈ ગુજરાત ના આમોદ ખાતે આવી રહેતા હોવાનુ જણાવ્યુ હતું.બીજી તરફ અંકલેશ્વર શહેર માંથી ગેરકાયદે વસવાટ કરતી એક બાંગ્લાદેશી મહિલા નાગરીક મળી આવી હતી.તેની પુછપરછ કરતા તે બાંગ્લાદેશ થી કલકત્તા અને ત્યાંથી ગોવા થઈ સુરત આવ્યા બાદ ભરૂચ આવી છેલ્લા પાંચ મહીનાથી રહેતી હોવાની વિગતો ઉજાગર થઈ છે.આમ અલગ અલગ જગ્યાએ થી ત્રણ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરીકોને પકડી પાડી તેઓની સઘન પુછપરછ કરી તેમના ડોક્યુમેન્ટ ચકાસણી કરતા તેઓ બાંગ્લાદેશી નાગરીક હોવાની ખાત્રી થઇ હતી. તેઓ ભારતમાં વસવાટ કરવા અંગેના કોઇ વિઝા કે આધાર પુરાવા રજુ કરી શક્યા ન હતા. જેથી ત્રણેય બાંગ્લાદેશી નાગરીકો ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતા હોઇ ત્રણેયની ધરપકડ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પકડાયેલ બાંગ્લાદેશી નાગરીકો માં ઈલ્હાઈ માણીક શના ઉ.વ.૭૬, તેમજ રોહીમા ઈલ્હાઈ માણીક શના, ઉ.વ.૫૮, બન્નેવ હાલ રહે. યાકુબ પટેલના મકાનમાં દરબારી રોડ,આમોદ જિ.ભરૂચ, મુળ રહે. ગામ-ફુલબારી થાના-બોટાઈઘાટા પોસ્ટ-બડાઈડાંગા જિ.ખુલના (બાંગ્લાદેશ) અને સંમ્પા ઉર્ફે અખી રોબેલ વેપારી, ઉ.વ. ૨૫, હાલ રહે. કડોદરા સુરત, મુળ રહે. ગામ-વોર્ડ નં-૫ દેખારા થાના – દિગોલીયા જિ.ખુલના (બાંગ્લાદેશ) નો સમાવેશ થાય છે.
ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









