વિલાયતની ગ્રાસીમ ફાયબર દ્વારા HIV ગ્રસ્ત બાળકોને પ્રોજેક્ટ સમ્માન”હેઠળ શૈક્ષણિક કીટ અર્પણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના વિલાયત સ્થિત બિરલા ગ્રાસીમ ફાયબર દ્વારા HIV ગ્રસ્ત બાળકોને પ્રોજેક્ટ સમ્માન”હેઠળ શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના CSR વિભાગ દ્વારા ભરૃચ જિલ્લાના ૧૯ ગામના HIV/AIDS અસરગ્રસ્ત ૮૦ જેટલા જરૂરિયાત મંદ બાળકોને BDNP+ સંસ્થાના સંકલન દ્વારા રોટરી ક્લબ ભરૃચ ખાતે શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ રોટરી ક્લબ ખાતે યોજાયેલ કીટ વિતરણ કાર્યક્રમમા ૬ અનાથ,૧૩ સિંગલ પેરન્ટ અને ૬૧ જેટલા અન્ય મળી ૮૦ જેટલા જરૂરિયાત મંદ બાળકોને શિક્ષણકાર્યમાં મદદરૂપ આખું વર્ષ જરૂરિયાત પડતી તમામ શિક્ષણને લગતી વસ્તુઓ જેવિકે ટીફીન બોક્સ, વોટર બોટલ, કંપાસ, પેન – પેન્સિલ બોક્સ, skechpen box, નોટ બૂકો, સ્કૂલ બેગ સહિતની ચીજ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.

જેથી કરીને છાત્રો પોતાનું શિક્ષણકાર્ય સારી રીતે પૂર્ણ કરી શકે.કાર્યક્રમ નિમિતે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફાયબર ના યુનિટ હેડ આર.રામ કુમાર,વાઈસ પ્રેસિડેન્ટ નિમેષ જાદવના માર્ગદર્શન હેઠળ CSR વિભાગના આસીસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ રેણુ માથુર, CSR હેડ સતીષ ભૂવીર,AGM CSR હેમરાજ પટેલ તથા તરંગ પરમારની ઉપસ્થિતિમાં BDNP+ સંસ્થાના અધિકારી ગણ, Rotary club ના પ્રમુખ તેમજ આરોગ્ય વિભાગના સરકારી અધિકારીઓ દ્વારા બાળકોને શિક્ષણની મહત્તા વિશે સમજ પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત સરકારી અન્ય યોજનાઓ વિષે ઊંડાણ પૂર્વક વીગતવાર માહિતી પીરસવામાં આવી હતી. બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ જગાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ તબક્કે ઉપસ્થિત વાલીઓ, BDNP+ તથા બાળકો દ્વારા ગ્રiસીમ કંપનીના ઉત્કૃષ્ટ CSR initiative ના યોગદાન માટે હદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!