અરગામા ખાતે આવેલ કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં ભીષણ આગ બાદ કંપની સંચાલકો દ્વારા પુરાવા નષ્ટ કરાયા હોવાની પંથકમાંથી મોટાપાયે બુમો ઉઠવા પામી છે.વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસીમાં આવેલી નેરોલેક કંપનીમાં ગત બુધવારે સવારે લાગેલી ભયંકર આગ માત્ર એક દુર્ઘટના ન હોતી, પરંતુ કંપનીના મેનેજમેન્ટની ગુનાહિત બેદરકારી, વહીવટી તંત્રની નિર્લજ્જ નિષ્ફળતા અને કદાચ પુરાવા નષ્ટ કરવાના સનસનાટીપૂર્ણ ષડયંત્ર તરફ અંગુલી નિર્દેશ કરી રહી છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને સાથે રાખીને ઘટના સ્થળના નમૂના લેવાયા હતા.અને જરૂરી કાર્યવાહીને વેગ અપાયો હતો.

સાથે જ ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પણ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારીને જવાબ માંગ્યો હતો. જોકે સમગ્ર ઘટનાનું સૌથી આઘાતજનક અને શંકાસ્પદ પાસું ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના નેતા ઇમ્તિયાઝ પટેલે કરેલા આક્ષેપો થી સામે આવ્યું છે. તેમણે કરેલા સનસનાટીપૂર્ણ આક્ષેપો મુજબ આગ પર કાબૂ મેળવવા આવેલા ફાયર ફાઇટર્સ અને પોલીસની ટીમને પણ કંપનીના ગેટ પર પ્રોટોકોલના નામે સિક્યુરિટી ઓફિસર દ્વારા રોકી રાખવામાં આવતા બચાવ કામગીરી ઘોંચ મા મુકાઈ હતી.આ સમગ્ર ઘટનાક્રમ કંપનીની ગુનાહિત બેદરકારી અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ સમાન માનવામાં જરાય ક્ષોભ કે શંકા ને સ્થાન નથી.ક્યા કારણોસર જવાબદાર અધિકારી દ્વારા આગ બુઝાવવા આવનાર ટીમને રોકીને અમૂલ્ય સમય નો વેડફાટ કરવામાં આવ્યો હતો…..???

શું આમ કરી ને કંપની કોઈ મહત્વ ના પુરાવાઓને નષ્ટ કરી આગ દુર્ઘટનના પર પાણી ફેરવી દેવા માંગતી હતી….??? કે પછી કંપની દ્વારા આગ વીમો પકવવા અથવા અન્ય કોઈ નાણાકીય ગેરલાભ ખાટવા માટેનું સુનિયોજિત ષડયંત્ર રચાયું હતું…??? કંપનીનો આ અમાનવીય અને શંકાસ્પદ અભિગમ તટસ્થ અને નિષ્પક્ષ પોલીસ અને ન્યાયિક તપાસ માંગી રહ્યું છે.કંપનીમાં કામ કરતા કેટલાક કામદારો ના જણાવ્યા અનુસાર કંપની શ્રમિક સુરક્ષા તેમજ કામદાર સલામતીનો માત્ર ઢોંગ કરી રહી છે.ખરેખર સેફટી અંગેના ચુસ્ત નિયમો પાળવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જેના પરિણામે જ આટલી મોટી આગ દુર્ઘટના સર્જાઈ અને ૩૦૦ જેટલા કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા હતા.

કંપનીની ઘોર બેદરકારી ઉપરાંત આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની નિર્લજ્જ નિષ્ક્રિયતાની પણ પોલ ઉઘાડી પાડી દીધી છે.હવે સમય પાકી ગયો છે કે કંપની સામેની તપાસ માત્ર અકસ્માત પૂરતી સીમિત ન રહે.અને કંપનીના મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.જેથી ભવિષ્યમાં આવી હોનારત થતા અટકાવી શકાય.
DIGITAL YUG NEWS VAGRA
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









