વાંઘરોલી પે સેન્ટર શાળા ના શિક્ષક વય નિવૃત્ત થતા વિદાય કાર્યક્રમ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગલતેશ્વર ના વાંઘરોલી ની પે સેન્ટર શાળા ના શિક્ષક વયમર્યાદા ને પગલે તેઓ નિવૃત્ત થતા વિદાય કાર્યક્રમ યોજાયો હતો.પે સેન્ટર શાળા વાંઘરોલી ના મદદનીશ શિક્ષક દિનેશકુમાર ધુળાભાઈ માયાવંશી વય નિવૃત્ત થતા તેઓ ને સન્માનભેર વિદાય આપવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમની માં ગલતેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ જેન્તીભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.જેમાં તાલુકા પંચાયત સદસ્ય મનોજભાઈ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સાથે ઠાસરા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ રાજુભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિલેશભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડીનેટર સંદીપભાઈ પટેલ, સી.આર.સી. ફરજાનાબેન તથા ચારેય સંઘના પ્રમુખ અને મંત્રીઓ સહિત ગામના સરપંચ રફિકભાઈ મલેક ગ્રામજનો, વડીલો એસ.એમ.સી. અધ્યક્ષ ભીખાભાઈ પરમાર હાજર રહ્યા હતા. આચાર્ય નરેન્દ્રભાઈ માયાવંશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વય નિવૃત થતા શિક્ષક ની ખુલ્લી જીપમાં ઢોલ નગારા, શરણાઇઓ ના નાદ સાથે શોભા યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં સૌ ગ્રામજનો આનંદભેર જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રોફેસર પ્રવીણભાઈ અમીન દ્વારા શિક્ષકનું સમાજમાં યોગદાન વિશે સમજણ આપવામાં આવી હતી.મંચસ્થ સમગ્ર મહેમાનોનું સાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળા પરિવાર અને આચાર્ય દ્વારા નિવૃત્ત થતા શિક્ષક નું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ તબકકે નિવૃત્ત થતા ગુરુ ને અનેક વિધ ભેટ સોગાદ અર્પણ કરાઈ હતી.પૂર ટાણે શિક્ષકે ખૂબ જ પ્રામાણિકતાથી સરકારી નાણાં પીડિત પરિવારો સુધી પહોચાડી મદદરૂપ બન્યા હતા.જેને આજના પ્રસંગે યાદ કરી તેઓ ની સરાહનીય કામગીરી ને બિરદાવાઈ હતી.TPEO દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી કો ઓર્ડીનેટર ઇમરાનભાઈ શેખ તથા મુખ્ય શિક્ષક કલ્પેશભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાની દીકરીઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું.

વય નિવૃતિ થતા શિક્ષક દ્વારા શાળાને ડિજિટલ પોડિયમ માઇક સ્ટેન્ડ આપવાની જાહેરાત કરી હતી.વધુમાં અનાથ પાંચ વિધાર્થીઓને ધોરણ દસ સુધી ભણાવવાનો ખર્ચ માથે ઉપાડ્યો હતો.કાર્યક્રમ ને અંતે રાજેશભાઇ પ્રજાપતિએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

યાસીન શેખ,અંધાડી

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092

Leave a Comment

और पढ़ें