ભરૂચ શહેર ની ઘરફોડ ચોરીનો રીઢો આરોપી ૨૧ વર્ષો બાદ ખેડા ની મુરલીધર હોટલ પર થી ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ શહેર ની ઘરફોડ ચોરીમા સંડોવાયેલ રીઢો આરોપી અને ૨૧ વર્ષ થી નાસ્તો ફરતો ઈસમ ખેડા જિલ્લા ના રઢુ ગામ નજીક આવેલ મુરલીધર હોટલ પર થી પેરોલ ફર્લો સ્કોડ ના હાથે ઝડપાઇ જવા પામ્યો હતો.ભરૂચ શહેર ની ઘરફોડ ચોરીના ચાર ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં પેરોલ ફર્લો સ્કોર્ડ ને સફળતા સાંપડી હતી.પો.સબ.ઇન્સ.આર.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના ભોપાભાઇ ભૂંડિયા,સરફરાજ ગોહીલ,અજયસિંહ પરમાર,શકિતસિંહ ગોહીલ તેમજ અનિલભાઇ કટારા અને રાકેશભાઇ કંડોલીયા જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ ને પકડવા માટે પ્રયાસો હાથ ધરતા બાતમી મળેલ કે,ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલિસ સ્ટેશન તેમજ ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલિસ સ્ટેશનના ચારેક ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ ધરપકડ થી દુર રહેલ છેલ્લા ૨૧ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનાનો રીઢો ગુનેગાર કમલેશ ઉર્ફે કમલા ગોરચંદ ઉર્ફે ગોરખા ડામોર રહે.સાજડીયાણી,મેઘાવડ તા.જામકંડોરણા જી.રાજકોટ મુળ રહે.ભાંડાખેડા, મંગા ફળીયુ,તા.રાણાપુર જી.જામ્બુઆ (મધ્ય પ્રદેશ)રાજકોટ ખાતે હોવાની બાતમી ને આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ રાજકોટ ખાતે તપાસમાં ગઇ હતી.રાજકોટ પહોચતા ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ ને માહિત મળતા ખેડા પાસે આવેલ રઢુ ગામની બાજુમાં આવેલ મુરલીધર હોટલ ઉપરથી આરોપીને ઝડપી પાડયો હતો. પેરોલ ફર્લો ની ટીમે કાયદેસર ની કાર્યવાહી કરવા માટે આરોપી ને ભરૂચ શહેર “એ” ડીવી. પોલિસને સોંપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરુદ્ધ ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે ગુના તેમજ ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ મથકે બે ગુના નોંધાયેલા હોવાની વિગતો પ્રાપ્ય થઈ છે.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!