વાંઘરોલી પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું….!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાંઘરોલી પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ વિશે પ્રદર્શન તેમજ વિજ્ઞાન ટેકનોલોજી અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ દ્વારા પ્રેરિત સી.આર.સી વાંઘરોલી દ્વારા આયોજિત પ્રાથમિક શાળાઓ માટેનું ક્લસ્ટર કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પે સેન્ટર શાળા વાંઘરોલી ખાતે યોજવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય વિષય વિજ્ઞાન ટેક્નોલોજી ઇજનેરી અને ગણિત દ્વારા વિકસિત આત્મનિર્ભર ભારત હતું.જેમાં કુલ પાંચ વિભાગ હતા.વાંઘરોલી ક્લસ્ટરની ૧૪ શાળાઓમાંથી જુદા જુદા વિભાગમાં કુલ ૨૨ કૃતિએ ભાગ લીધો હતો.ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સી.આર.સી કો-ઓર્ડીનેટર ફરજાના યુ રૈયોલીવાળાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. સીઆરસી કોર્ડીનેટર દ્વારા બાળકોને કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પે સેન્ટર શાળાના આચાર્ય નરેન્દ્રકુમાર માયાવંશી, શાળા પરિવાર અને મધ્યાન ભોજન કર્મચારીએ સહયોગ આપ્યું હતું.

કાર્યક્રમમાં ભરતભાઇ જી.પરમારે બાળ વિજ્ઞાનિકોને તર્ક કરવાની વાતો વિવિધ ઉદાહરણ સહ સમજાવી હતી.આચાર્ય હરેશભાઈ પટેલ દત્તેશ હાઈસ્કૂલ અને વાડદ હાઈસ્કૂલના શિક્ષકે અતિ ઉત્તમ કૃતિ વિભાગ ૧ ટકાઉ ખેતીમાં baidap પ્રા. શાળા વિભાગ બે કચરાનું વ્યવસ્થાપનમાં ટીંબલી પ્રા. શાળા વિભાગ 3 ગ્રીન ઉર્જાનો ઉપયોગ ફતેપુરા પ્રા. શાળા તથા વિભાગ ૪ જીઓ મેટ્રિકલ સ્ટ્રીપ સહજાનંદ અગ્રેજી માધ્યમ વિભાગ પાંચ રેઈન એલારામ પે સેન્ટર શાળા વાંઘરોલીની તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન માટે પસંદગી કરી હતી.ભાગ લેનાર બાળ વિજ્ઞાનિકો ને પેડ ,પેન,પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.દિનેશભાઇ એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

યાસીન શેખ,અંગાડી

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!