અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઇન્ડિયા ટુ ગ્લોબલ શેપિંગ કોર્પોરેટ અફેર્સ ફોર ધ ફ્યુચર વિષય પર પરિસંવાદ યોજાયો હતો.કોર્પોરેટ અફેર્સ ગ્રુપ ગુજરાત (CAG) દ્વારા તેની ત્રીજી વાર્ષિક મીટિંગનું આયોજન “ઇન્ડિયા ટુ ગ્લોબલ શેપિંગ કોર્પોરેટ અફેર્સ ફોર ધ ફ્યુચર” વિષય પર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.ઉક્ત કાર્યક્રમમાં ડૉ.સુનીલ પારેખ(ચેરમેન – કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ) તેમજ ડૉ. પરમ શાહ(સીઈઓ – અરવિંદ લિમિટેડ, અમદાવાદ),સ્પીકર તરીકે હાજર રહ્યા હતા.

ડૉ. સુનીલ પારેખે સંવાદમાં ભાગ લઇને કોર્પોરેટ અફેર્સ ની કંપનીમાં અને સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા અને ફ્યુચર ચેલેન્જીસ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ડૉ. પરમ શાહ દ્વારા ઈન્ડિયા અને ગ્લોબલ સ્તરે વૈશ્વિક બદલાવ અને તેના પડકારોના સંદર્ભમાં કોર્પોરેટ અફેર્સ ની ભૂમિકા વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય તેના પર ભાર મૂક્યો હતો. આ સંવાદ કાર્યક્રમમાં કોર્પોરેટ અફેર્સ ગ્રૂપમાંથી આશિષ દેસાઈ(નિરમા ગ્રૂપ),હર્ષદ બ્રહ્મભટ્ટ (ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી),જયેશ ગજ્જર (રીલાયન્સ ગ્રૂપ), દીપક અસરાની (ટોરેન્ટ ગ્રૂપ) તથા નિર્મલસિંહ યાદવ (દિપક ગ્રૂપ) દ્વારા વિવિધ કંપનીઓમાં કોર્પોરેટ અફેર્સની ભૂમિકા અને કાર્યો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમમાં ગ્રૂપની કાર્યપદ્ધતિ અને ભવિષ્યના કાર્યો માટે સ્વાગત પ્રવચન માં કામેન્દુભાઈ જોશી- કામેન્દુ જોશી & એસોસિયેટ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કોન્ફરન્સનું સફળ આયોજન અને સંચાલન દશરથભાઈ પ્રજાપતિ અને યુવરાજસિંહ જાડેજા વેલસ્પન ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની આભારવિધિ અને એએમએ અંગેની માહિતી એઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેશ દીક્ષિતે પિરસી હતી. કાર્યક્રમમાં ગુજરાતની તમામ મોટી કંપનીઓના કોર્પોરેટ અફેર્સ, પબ્લિક રિલેશન તેમજ કોર્પોરેટ લાયઝનિંગ વિભાગમાં કાર્યરત ૧૨૦ થી વધુ કંપનીના અધિકારીઓ,નિવૃત્ત સરકારી અધિકારીઓ અને નામાંકિત કન્સલ્ટન્ટ્સ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની કોન્ફરન્સ દેશમાં માત્ર દિલ્હી, કોલકાતા અને અમદાવાદમાં જ યોજાય છે.સદર પરિસંવાદ કાર્યક્રમમાં કંપનીઓને લગતી કોર્પોરેટ અફેર્સ,પબ્લિક રિલેશન્સ અને લાયઝનિંગ જેવી કામગીરી અંગે કંપની અને સરકારના વિવિધ વિભાગો સાથેના સમન્વય સાથે કામગીરીની વિસ્તૃત ચર્ચા તેમજ અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજન માં અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન તરફથી ખૂબ સહકાર સાંપડ્યો હતો.

સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









