વાગરા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત સ્વામીનારાયણ હોલમાં વિશાળ જનસભાનું આયોજન થયું હતું. જેમાં ભરૂચ લોકસભા ઈન્ચાર્જ અને જિલ્લા આગેવાન એડવોકેટ કમલેશ મઢીવાલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

કમલેશ મઢીવાળાએ ભરૂચ જિલ્લા સહકારી બેંક સહિતની સંસ્થાઓમાં વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ભાજપ હિન્દુત્વ અને દેશભક્તિના નામે નકલી નારાબાજી કરે છે. એવો દાવો કર્યો હતો. ભરૂચ લોકસભા ઇન્ચાર્જ જે જણાવ્યું કે આદિવાસી યોજનાઓમાંથી ભાજપના નેતાઓએ કરોડો રૂપિયા હડપ્યા હતા અને સત્ય બહાર લાવનાર ચૈતરભાઈને રાજકીય બદલો લઈને જેલમાં ધકેલાયા છે. સભામાં સ્થાનિક પ્રશ્નો જેમ કે રોજગારીમાં સ્થાનિકોને હક, ઔદ્યોગિક અકસ્માતોમાં વળતર, ગૌચર જમીનો કંપનીઓને સોંપી દેવાવાની ફરિયાદ, વધતું પ્રદૂષણ, કપાસના ઓછા ભાવ, તૂટી પડતા રસ્તાઓ અને સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા થઈ હતી.

આ પ્રસંગે કોંગ્રેસના તાલુકા ઉપપ્રમુખ ઉસ્માનભાઈ ઉમરજી પટેલ પોતાના 32 સાથીઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઉપરાંત તાલુકા કોંગ્રેસના મહામંત્રી, સંગઠન મંત્રી, વહિયાલ ગામના કિરણસિંહ રાજ તથા ઓચ્છણ ગામના ભાજપ આગેવાન દશરથ વસાવા સહિત કુલ 49 કાર્યકરો અને યુવાનો પાર્ટીમાં જોડાયા હતા.

સ્થાનિક લોકોએ સભામાં ઉઠાવાયેલા મુદ્દાઓને પોતાની વેદના ગણાવી સ્પષ્ટ કહ્યું કે કપાસના ઓછા ભાવ, રોજગારીમાં વંચિતતા અને સરકારી ભ્રષ્ટાચાર સામાન્ય જનજીવનને અડકે છે. સભાના અંતે આગેવાનો દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે, આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના વધુ 30-40 જેટલા કોંગ્રેસી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે, જેના કારણે જિલ્લા રાજકારણમાં નવા સમીકરણો ઊભા થશે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









