નર્મદા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર, જીતનગર, રાજપીપળા ખાતે ભવ્ય રેવા રક્ષક નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ તારીખ 22 સપ્ટેમ્બર, 2025 થી 01 ઓક્ટોબર, 2025 સુધી ચાલશે.આ અંગેની માહિતી નર્મદા જિલ્લાના એસ.પી વિશાખા ડબરાલ દ્વારા એક વિડિયો સંદેશમાં આપવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ નવરાત્રિ મહોત્સવમાં નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને સહભાગી થવા માટે ભાવભીનું આમંત્રણ છે. આ આયોજનનો મુખ્ય હેતુ પોલીસ અને જનતા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાનો છે. આ નવરાત્રિ મહોત્સવમાં પોલીસ પરિવારની સાથે સાથે સ્થાનિક નાગરિકો પણ માતાજીની આરાધનામાં જોડાઈ શકશે. આ મહોત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તારીખ 22 સપ્ટેમ્બરથી શરૂ થતા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









