વાગરા ના પખાજણ ની યશો ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાથી કેબલ ચોરનાર તારીફ ઉર્ફે તોસિફ ઉર્ફે ટીટ્ટા ઉર્ફે ટીનો સુપેદા ઉર્ફે નસરૂદીન પઠાણ(મેવાતી) ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ના હાથે ઝડપાઇ જવા પામ્યો હતો. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે,તે હેતુથી ભુતકાળમાં અસમાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ આરોપીઓની વોચ રાખવા તથા વોન્ટેડ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા ઉચ્ચ કક્ષાએ થી મળેલ સુચના અનુસંધાને ગતરોજ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર તેમજ ટીમ ના જવાનો વિક્રમસિંહ ડોડીયા, વૈશાલીબેન તથા ઇઝહારભાઈ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે વાગરા ના પખાજણ ની યશો ઇન્ડસ્ટ્રીયલ કંપની ના કેબલ ચોરીના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી તારીફ ઉર્ફે ટીટ્ટા ઉર્ફે ટીનો પઠાણ હાલ જંબુસર બાયપાસ બ્રીજ નીચે છે.બાબતમી અંગે એલ.સી.બી ટીમ દ્વારા વોચ ગોઠવી આરોપીને હનુમાન ચોકડી પાસેથી ઝડપી પાડયો હતો.

ટીના પઠાણ ની પોલીસે પુછપરછ હાથ ધરતા કેબલ ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની તેણે કબુલાત કરી હતી.લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીઝર કોડની સલંગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી તોસિફ ને વાગરા પોલીસ ને હવાલે કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે તારીફ ઉર્ફે તોસિફ ઉર્ફે ટીટ્ટા ઉર્ફે ટીનો સુપેદા ઉર્ફે નસરૂદીન પઠાણ(મેવાતી) ઉ.વ.૩૩ રહે.ગુધાલા ૧૭૪, થાના પોસ્ટ, પુનાના જિ.મેવાત (હરિયાણા) નો હોવાનું ખુલવા પામ્યું છે.જેની વિરુદ્ધ વાગરા પોલીસ સ્ટેશનમા ઈ.પી.કો. કલમ ૪૪૭,૪૭૯ મુજબ આજ થી બે વર્ષ અગાઉ ગુનો નોંધાયો હતો.ત્યારથી તે ફરાર હતો જેને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









