ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ હતી.

જેમાં સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી ભરૂચ જિલ્લાના તમામ વિભાગોની કામગીરી અને સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અધિકારીઓને માર્ગદર્શક સૂચનો કર્યા હતા.મનસુખ વસાવાએ સરકાર ની વિવિધ લાભકારી યોજનાઓ આરોગ્ય ક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતની યોજનાઓમાં હાલ કેટલા કામો પૂર્ણ થયા છે તથા હાલ કેટલા કામ પ્રગતિ હેઠળ છે તે ઉપરાંત આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

તથા બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધિકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનું ફોલો-અપ લેવાય તે માટે સાંસદ એ સૂચન કર્યુ હતું.જિલ્લાના વિકાસ માટેના પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી તાલુકા-જિલ્લા સ્તરે સંકલન સાધીને ત્વરિત નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના પથ પર અગ્રેસર રહેવા આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવ્યું હતું. ઉપરાંત, આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૦૨ ઓકટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જનસમુદાયની ભાગીદારી સુનિશ્ચિત કરી મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી હતી.બેઠકમાં સાંસદશ્રીએ આવાસ અંગે, સ્વચ્છ ભારત મિશન અંર્ગતગ, મનરેગા યોજના નેશનલ હાઇવે, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, વીજ પુરવઠો નિયમિત કરવા, ટ્રેનના સ્ટોપેજ અંગેની લોકોની રજૂઆતો,રોડ-રસ્તાઓ સહિત વિવિધ મુદાઓ પર વિસ્તૃત ચર્ચા કરી લોક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને સૂચન કર્યું હતું.આ તબકકે, કલેક્ટરે પણ ચોમાસાની ઋતુ તેના અંત તરફ વધી રહી છે ત્યારે વહેલી તકે રોડ-રસ્તા મરામતના કામો,નવા કામો ઝડપથી ચાલુ કરવા સંલગ્ન અધિકારીઓ ને જણાવ્યું હતું
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









