અંકલેશ્વર ના ગડખોલ ખાતે સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન હેઠળ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત નિ:શુલ્ક મેગા કેમ્પ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે સંબોધન કરતા રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન હેઠળ આગામી તા.૨જી ઓક્ટોબર સુધી મહિલાઓ માટે તબીબી તપાસ, આરોગ્ય કેમ્પો અને વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.તેમણે કહ્યું હતું કે, મહિલા એ પરિવારનું હૃદય છે. તેમનું સ્વાસ્થ્ય અને સશક્તિકરણ એ ફક્ત તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ એક સ્વસ્થ, સમૃદ્ધ અને સશક્ત સમાજનો આધાર છે. આ અભિયાન દ્વારા સરકારે મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે. સરકારે બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિના આરોગ્યની સુરક્ષા કરવાનો છે.આ તબકકે, ઉપસ્થિત તમામ લોકોને અનુરોધ કરતા વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, આરોગ્ય કેમ્પોમાં ભાગ લઈને તમારી તબીબી તપાસ કરાવી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી આ સેવાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ.અંકલેશ્વરના ધારાસભ્યએ પણ પ્રસંગને અનુરૂપ ઉદ્બબોધન કરતા જણાવ્યું હતું કે, આ કેમ્પ દ્વારા મહિલાઓને તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે જાગૃત કરવામાં આવી રહી છે.

આ કેમ્પમાં માતા બહેનો માટે ખાસ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાનો સરકારનો પ્રયાસ છે. જ્યાં પૂર્વ પ્રસૃતિ અને પ્રસૂતા માતા સબંધિત સેવાઓ, કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનીમિયા અને માસિક સ્વછતા સબંધિત સેવાઓ, ઓરલ, સરવાઈકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનીંગ સબંધિત સેવાઓ, સિકલસેલ રોગ માટેનું સ્ક્રીનીંગ અને સારવાર, ટી.બી., માસિક સ્વાસ્થ્ય, આંખ, મેદસ્વીતા જાગૃતિ, આયુષ સેવાઓને સાંકળીને વયોવૃદ્ધ નાગરિકો માટે સેવા, આયુષ્યમાન ભારત અને વયવંદના કાર્ડ સબંધિત સેવા, રક્તદાન શિબિરો અને જાગૃતિ વિગેરે જેવી સેવાઓ એક જ સ્થળે મળી રહે તેવું આયોજન સરકારે કર્યું છે.

તેનો મહત્મ લાભ લેવા અનુરોધ કર્યો હતો.નોંધપાત્ર છે કે મહાનુભાવોએ કેમ્પની વિઝીટ કરી બ્લડપ્રેશર અને લોહીમાં સુગરની તપાસ કરાવી કેમ્પનો પ્રારંભક રાવ્યો હતો. કાર્યક્રમમાં ટીબી મુક્ત ભારત અભિયાનમાં સેવા આપનાર નિક્ષય મિત્ર અને રક્તદાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
ડિજિટલ યુગ ન્યૂઝ,અંકલેશ્વર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









