આમોદ પાલિકાએ સફાઈનું નાટક કરતા પ્રાદેશિક નિયામકે નોટિસ ફટકારી..!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ નગર પાલિકાએ જાતે જ કચરો પાથરી સફાઈનું નાટક કરતા આ અંગે નગરપાલિકા ના મુખ્ય અધિકારી ને પ્રાદેશિક નિયામકે નોટિસ ફટકારતા ચકચાર મચી ગઇ છે.સમગ્ર ઘટનાક્રમ વચ્ચે આમોદ નગરપાલિકા ખાતે પધારેલા સુરતના પ્રાદેશિક અધિક કલેકટર આર.સી પટેલે આમોદ નગરપાલિકામાં ચાલતા વિવિધ કૌભાંડો તેમજ સફાઇ કામદારો,વિપક્ષના પ્રશ્નો, અંગે મીડિયા સાથે વાર્તાલાપ કર્યો હતો. વધુમાં જવાબદારો સામે કડક પગલા ભરવાની બાહેંધરી આપી હતી.આમોદ નગરપાલિકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે સ્વછતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મુખ્ય અધિકારી અને પાલિકા પ્રમુખે સફાઈ કર્મચારીએ જ ડોલમાંથી કચરો ઠાલવ્યા બાદ સફાઈનું નાટક કરી ફોટો સેશન યોજવામાં આવ્યું હતું.

જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરત પ્રાદેશિક નિયામકના અધિક કલેકટર આર.સી.પટેલે પ્રતિક્રિયા આપી હતી કે જે વીડિયો વાયરલ થયો છે તે અનુસંધાને મુખ્ય અધિકારીને ટૂંક સમયમા નોટિસ આપવામાં આવી છે.નોટિસ બાબતે મુખ્ય અધિકારીનો ખુલાસો આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું.તેઓર ઉમેર્યું હતું કે આમોદ પાલિકાના વિવિધ કૌભાંડો બાબતે વિવિધ ફરિયાદો મળી છે.જેની તપાસ બાદ કડક કાર્યવાહી કરાશે.

આમોદ- જંબુસર નગરપાલિકામાં પ્રાદેશિક કચેરી તરફથી દર ૧૫ દિવસે મુલાકાત લેવામાં આવશે અને વડી કચેરી તરફથી સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવશે જેથી પ્રજાના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી શકાય.આમોદ પાલિકાના ભ્રષ્ટાચારના આક્ષેપો બાબતે પ્રાદેશિક નિયામકે જણાવ્યું હતું કે ત્રણ મહિનામાં અનેક ભ્રષ્ટાચારની ફરિયાદો મળી છે.જે અમારા ઇજનેર તરફથી તપાસ કરવામાં આવી છે. મંજૂર થયેલ કામોમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર પુરવાર થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.જેમાં કોઈપણ કર્મચારી સંડોવાયેલો હશે તો તેને છોડવામાં આવશે નહીં.માહિતી અધિકાર કાયદા અંતર્ગત આવેલી અરજીઓનો પણ આમોદ પાલિકા જવાબ આપતી નથી જે બાબતે તેમણે જણાવ્યું હતું કે RTI હેઠળ આવેલી અરજીઓ બાબતે આમોદનુ તારણ કાઢવામાં આવ્યું હતું.જે જવાબદાર મુખ્ય અધિકારી વારંવાર પોતાની ભૂલ રીપીટ કરે છે તો એ મુખ્ય અધિકારી તેમજ સબંધિત અધિકારી સામે પણ પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 

ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!