ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા “નમો કે નામ રક્તદાન” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૮૦ યુનિટ રક્ત એકત્ર કરી રેડક્રોસ અને સિવિલ હોસ્પિટલ ની બ્લડ બેન્કને અર્પણ કરવામા આવ્યું હતું. ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસ હેડક્વાર્ટર ખાતે ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં ભરૂચ પોલીસ દ્વારા ‘નમો કે નામ રક્તદાન કેમ્પમાં પોલીસ જવાનો, મહિલા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ રક્તદાન કરી જરૂરીયાંતમંદની વ્હારે આવ્યા હતા. ભરૂચ પોલીસ ફક્ત કાયદો અને વ્યવસ્થાની જ જાળવણી નથી કરતી, પણ જ્યારે વાત લોકકલ્યાણની આવે છે ત્યારે પણ ખાખી વર્દીવાળા જવાનો આગળ આવીને નિમિત્ત બને છે.

પોલીસ વિભાગે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સમાજસેવા ક્ષેત્રે પણ પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.શિબિર દરમિયાન તબીબી ટીમોની હાજરીમાં દાતાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને સંપૂર્ણ સુરક્ષિત પ્રક્રિયા દ્વારા રક્તદાન કરાવવામાં આવ્યું હતું. રક્તદાનને “મહાદાન” ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા માનવતાની સેવા ભાવપૂર્વક નિભાવાઈ હતી. આ પ્રસંગે પોલીસના અધિકારીઓ, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









