ભરૂચ-જંબુસર માર્ગ પર દયાદરા પાસે બે બાઇક સામસામે ભટકાતાં બે ના કરુણ મોત…!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ-જંબુસર માર્ગ પર દયાદરા અને કેલોદ વચ્ચે બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં બે બાઇક ચાલકો ના કરુણ મોત નિપજ્યા હતા.જ્યારે પાછળ બેસેલ એક વ્યક્તિ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેને ભરૂચ સ્થિત હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાની વિગતો સાંપડી છે.ભરૂચ તાલુકાના દયાદરા અને કેલોદ ગામ વચ્ચે ના માર્ગ પર દયાદરા નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો,

જેમાં બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત બન્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.અકસ્માત ની ગંભીરતા ને પગલે બંને બાઇક નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.અકસ્માત ને પગલે ઘટના સ્થળે લોકટોળાં ઉમટી પડ્યા હતા.

 

જેને કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં એક બાઇક ચાલક રોડ ની બાજુની ખુલ્લી ગટરમાં ફંગોળાયો હતો.જ્યારે બીજો બાઇક ચાલક રોડ પર જ પટકાયો હતો.સદર અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે બંને યુવકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.

મૃતકોમાંથી એક યુવક આછોદ ગામનો મોહંમદ આસિફ મુસ્તાક અકુજી અને બીજો યુવક કેલોદ ગામનો રાજેન્દ્રભાઇ લવઘણ ભાઈ વસાવા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ મોહંમદ આસિફ આછોદ થી બાઇક લઈને ભરૂચ તરફ જઈ રહ્યા હતા.જ્યારે સામે થી રાજેન્દ્રભાઇ વિલાયત થી કેલોદ જઈ રહયા હતા.દરમિયાન બંને બાઇકો સામસામે ધડાકાભેર સામસામે ભટકાતા જોરદાર અકસ્માત સર્જાયો હતો.

બાઇક પાછળ બેસેલ યુવક સાજીદ ને ફ્રેક્ચર થતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.અકસ્માત અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!