ભરૂચ જિલ્લાના થવા આશ્રમશાળા ની દીકરીઓએ ASMITA Pencak Silat League માં ૩૫ મેડલ જીતી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.હવે આ છાત્રાઓ કર્ણાટક ખાતે યોજાનાર ખેલો ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માં ભાગ લેશે. શાળા દ્વારા પ્રથમ વખત (ASMITA Pencak Silat League 2025-26 ) જેવી આંતરરાષ્ટ્રીય રમત માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા હતા.અને તેના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. શાળા ની સિદ્ધિ પાછળ શાળાના આચાર્ય રંજનબેન વસાવાનો બહૂમૂલ્ય ફાળો રહ્યો છે. તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ અને કોચને એક વર્ષથી વધુ સમય માટે શાળામાં બોલાવી બાળકોને વિશેષ તાલીમ અપાવી હતી.

ગત તા.૬ અને ૭મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ Asmita Pencak silat league ખેલો ઇન્ડિયા ૨૦૨૫ (વુમન સીટી લીગ) ભરૂચ ના થવા સ્થિત પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા ખાતે યોજાઈ હતી. અસ્મિતા પંચક સિલાટ ખેલો ઇન્ડિયામાં પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાની ધોરણ ૫ થી ૧૦માં અભ્યાસ કરતી ૧૦૦ થી વધુ દીકરીઓ એ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં વજન પ્રમાણે, કેટેગરી પ્રમાણે જુદી- જુદી ૧૮ કેટેગરીમાં ૫ ગોલ્ડ મેડલ, ૧૧ સિલ્વર મેડલ અને ૧૯ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૩૫ જેટલા મેડલ મેળવી પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા, આદિજાતિ વિકાસ વિભાગ, સંસ્થા સહિત ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમણે Asmita Pencak silat league માં ખેલોઈન્ડિયા- ૨૦૨૫ માં અસા ધારણ પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. તમામ દીકરીઓ હવે કર્ણાટક ખાતે નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૫ માં ભાગ લેવા જશે. અને ત્યાંથી એમનું સિલેક્શન થાય તો એશિયન અલમ્પિકમા પણ ભાગ લેશે.અત્રે ઉલ્લેખનિય છે કે, આ શળા PMSHRI યોજના અંતર્ગત દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન ધરાવે છે. બાળકોને પ્રોત્સાહિત કરવા, તેમના સંપૂર્ણ વિકાસ માટે, સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વા રા તેમને સ્પોર્ટ્સ પર્સન જરૂરી સ્પોર્ટ્સકીટ પણ પૂરી પાડવામાં આવી છે.PMSHRI યોજના અને સમગ્ર શિક્ષા ગાંધીનગર ના સહયોગ થી આ બાળકોને અનેક લાભો વિનામૂલ્યે મળે છે. વર્ષભર શાળામાં અલગ અલગ ૬૦થી વધુ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. આ બાળકોને ભવિષ્ય માં ઓલિમ્પકમાં ભાગ લેવા જાય તેવું શાળા ના આચાર્ય, ક્ષિક્ષકો અને કોચનું લક્ષ્ય છે.

આવો જાણીએ Pencak silat રમત વિશે…..!!!
Pencak silat ૨મતએ એક પરંપરાગત દક્ષિણપૂર્વ એશિયન માર્શલ આર્ટ છે, જે દક્ષિણ-પૂર્વ એશિયા, ખાસ કરીને ઇન્ડોનેશિયા, મલેશિયા, બ્રુનેઈ, સિંગાપોર અને દક્ષિણ ફિલિપાઈન્સ જેવા દેશોમાં પ્રચલિત છે.આ એક લડાઈની કળા (માર્શલ આર્ટ) અને રમત છે જે શરીરની લવચીકતા, ઝડપ અને શક્તિ પર આધાર રાખે છે. આ રમતને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે અને એશિયન ગેમ્સ જેવી મોટી સ્પર્ધાઓ મા તેનો સમાવેશ થાય છે. હવે ભરતમાં ખેલો ઈન્ડીયા અંર્તગત ધીમે ધીમે આ રમત પ્રસિધ્ધ થતી જય છે.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









