ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામની સીમમાં આવેલ પવનચક્કીના સ્ટોરરૂમ માંથી કોપર ના કેબલ ની ચોરી કરનારા પાંચ ઈસમો ને એક લાખ થી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા.ગતરોજ પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એ.તુવરની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે, “ભરૂચ બંબાખાના સર્કલ નજીક આવેલ ભંગારની દુકાને ચાર-પાંચ વ્યક્તિઓ ત્રણ મીણીયા થેલીઓમા કંઇક વજનદાર વસ્તુ ભરી ઉભા છે તેમના પાસેનો મુદ્દામાલ શંકાસ્પદ છે” જેથી એલ.સી.બી. ટીમ દ્વારા સદર જગ્યાએ પહોંચી જયેશ રાવજીભાઇ વસાવા ઉ.વ.૨૦ રહે. અમલેશ્વર પાદર ફળીયુ,મેહુલ રાજુભાઇ વસાવા ઉ.વ.૧૯ રહે. અમલેશ્વર પાદર ફળીયુ તથા રાકેશ ગોવીંદભાઇ વસાવા ઉ.વ.૨૨ રહે. અમલેશ્વર પાદર ફળીયુ,વિજય અર્જુનભાઇ વસાવા ઉ.વ.૨૫ રહે- ત્રણ કુવા નવી નગરી ઝુપડપટ્ટી અને નઇમ ઇલ્યાસ પટેલ ઉ.વ.૩૪ રહે-શેરપુરા નગરી ફાતેમાં મરજીદ પાસે તા.જિ.ભરૂચ ને ત્રણ મીણીયા થેલીઓમાં છોલેલા કોપર કેબલ સાથે ઝડપી પાડયા હતા.

તેઓ પાસે રહેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવાઓ માંગતા તેઓ રજુ કરી શકયા ન હતા. જેથી પોલીસે ધનિષ્ઠ તપાસ કરતા તમામ આરોપીઓ ભાંગી પડેલ અને કેફીયત રજુ કરી હતી કે ત્રણ ચાર દિવસ અગાઉ રાત્રે જયેશ, મેહુલ તથા રાકેશ ભેગા મળી અમલેશ્વર ગામની સીમમાં કોઠીયા ગામ જવાના રોડ ઉપર નહેર પાસે આવેલ પવનચક્કીના પેનલ રૂમનું કુહાડી વડે તાળુ તોડી કેબલ ચોરી કરવામાં આવી હતી. અને કેબલ નજીકના ખેતરમાં સંતાડી દીધેલ. ત્યારબાદ બીજી રાત્રીએ કેબલ ઉપરનું પ્લાસ્ટીક કવર છોલી નાંખી બાદમાં તેને વેચવા નિકળ્યા હતા.દરમ્યાન ભરૂચના વિજય વસાવા મારફતે બંબાખાના સર્કલ નજીક આવેલ નઇમ પટેલની ભંગારની દુકાને વેચવા માટે ગયા હતા ની હકિકત જણાવી હતી.પોલીસ દ્વારા તેઓની પાસેથી ચોરીનો છોલેલો કોપર વાયર ૧૫૮ કિલોગ્રામ કિંમત રૂપિયા ૭૯,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૬ મળી કુલ કિંમત રૂપિયા ૧,૦૩,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પકડાયેલ પાંચેય આરોપીઓ વિરૂધ્ધ બીએનએસ ૨૦૨૩ ની સલંગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ તાલુકા પોલીસ ને સોંપવામાં આવ્યા હતા.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









