વાગરા ના પખાજણ ખાતે ઇનોવા કારની ટક્કરે એકનું મોત નીપજ્યું હતું.ટક્કર મારી ફરાર થયેલ ઇનોવા ચાલક ને વાગરા પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરાના પખાજણ ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઇનોવા કારે એક શ્રમિકને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.ઘટના બાદ કાર ચાલક ફરાર ઘટનાસ્થળે થી ફરાર થઈ ગયો હતો.જેને વાગરા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.સમગ્ર બનાવ અંગે મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રે આશરે ૯.૩૦ વાગ્યા ની આસપાસ અકસ્માત ની ઘટના ઘટી હતી.અકસ્માતમાં મોત ને ભેટનાર વ્યક્તિની ઓળખ અમૃત ચંદ્રજીત મહતો,(ઉ.વ.આશરે ૪૫ વર્ષ )તરીકે થઈ છે. જે મૂળ ઝારખંડનો રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી સ્કોન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં હેલ્પર તરીકે કામ કરી રહ્યો હતો.તે કંપનીની લેબર કોલોનીમાં રહેતા હતા.

ઉલ્લેખનીય છે કે અમૃત મહતો કોલોની સામેના પખાજણ રોડ પર ચાલી રહ્યા હતા. તે સમયે એક ઇનોવા કાર પુરપાટ ઝડપે આવી અને તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી કાર ચાલક પોતાની ગાડી લઈને સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો.ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









