ભરૂચ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અમદાવાદ થી ગુમ થયેલા બાળકને શોધી બાપુનગર પોલીસને હવાલે કર્યો.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ પોલીસની એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી મળી આવેલા બાળકને તેનું સાચું સરનામું જાણીને તેને અમદાવાદની બાપુનગર પોલીસને સોંપ્યો હતો. સદર કામગીરી ને પગલે બાળકના પરિવારને મોટી રાહત થઈહતી.સમગ્ર ઘટનાક્રમ ની શરૂઆત ૧૩ ફેબ્રુઆરી ના રોજ થઈ, જ્યારે રેલવે પોલીસને અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી આ બાળક મળી આવ્યું હતું. રેલવે પોલીસે બાળકને કસ્ટડીમાં લઈ તેને કુકરવાડા સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં સુરક્ષિત રીતે મૂક્યો હતો. ત્યારબાદ, જિલ્લા બાળ સુરક્ષા એકમે આ કેસ વધુ તપાસ માટે ભરૂચની AHTUને સોંપ્યો હતો.પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ. મહેરીયા અને તેમની ટીમે સંવેદનશીલતાપૂર્વક કેસ હાથ ધરી બાળકનું સઘન કાઉન્સેલિંગ કર્યું હતું.દરમિયાન,બાળકે શરૂઆતમાં આપેલા નામથી અલગ પોતાનું સાચું નામ અને અન્ય વિગતો જણાવતા બાળકની વાત પરથી પોલીસને જાણવા મળ્યું કે તેના માતા-પિતાના વિયોગ બાદ ‘મિસ્ત્રી’ નામના એક વ્યક્તિએ તેને અમદાવાદના બાપુનગરમાં રહેતા એક પરિવારને સોંપ્યો હતો. ભરૂચ AHTUની ટીમે બાપુનગર પોલીસનો સંપર્ક કરી સમગ્ર વિગતોની ખરાઈ કરી પોલીસે સ્પષ્ટ કર્યું કે આ કિસ્સામાં બાળકની ખરીદી કે વેચાણ નથી થયું, પરંતુ તેને દત્તક લેવામાં આવ્યો હતો. ભરૂચ AHTUએ તમામ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને બાળકને અમદાવાદની બાપુનગર પોલીસને સોંપ્યો હતો.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!