દહેજ પંથકમા ગેરકાયદે ગેસ રિફીલિંગ કરતા બે શખ્સો ને SOG એ ૪૦ હજાર ના મુદ્દામાલ સાથે પકડી પાડયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના દહેજ ખાતે થી ગેરકાયદે ગેસ રિફીલિંગ કરતા બે શખ્સો ૪૦ હજાર ના મુદ્દામાલ સાથે ભરૂચ એસઓજી ના હાથે ઝડપાયા હતા.

સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપની ટીમે દહેજ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ગેસ બોટલ રીફીલિંગના ગોરખધંધા ને પકડી પકડી પાડ્યો હતો.પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ને કુલ રૂપિયા ૪૦,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.સાથે જ બે આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર ગેસ રિફીલિંગ ને પગલે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હતા. SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચૌધરી અને એ.એચ. છેયાની ટીમ દહેજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન તેમને ગુપ્ત બાતમી મળી હતી કે વડદલા અને જોલવા ગામમાં કેટલીક દુકાનોમાં ગેરકાયદેસર રીતે ગેસનું રીફીલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉક્ત બાતમી ને આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.સ્પેશિયલ ઓપરેશન ગ્રુપેપો સૌ પ્રથમ વડદલા ગામે આવેલી દુકાન પર દરોડો પાડ્યો હતો. જ્યાં શંભુલાલ બંસીલાલ ભીલ નામનો શખ્સ એક ગેસ બોટલમાંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા રંગે હાથ ઝડપાયો હતો.જ્યારે જોલવા ગામે દરોડા પાડતા શશી જદુ કેવટ નામનો આરોપી પણ આ જ રીતે પ્રવૃત્તિ કરતો ઝડપાયો હતો. આ બંને આરોપીઓ અત્યંત બેદરકારીપૂર્વક જ્વલનશીલ ગેસનું રીફીલિંગ કરીને પોતાની સાથે અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યા હતા. પોલીસે બંને સ્થળોએથી વિવિધ કંપનીઓની ભરેલી અને ખાલી ગેસ બોટલ, રીફીલિંગ માટે ઉપયોગમાં લેવાતી પાઇપ, અને ઇલેક્ટ્રોનિક વજન કાંટા સહિત કુલ ૪૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૭ (બેદરકારીથી આગ લગાડનાર જ્વલનશીલ પદાર્થો સાથે વ્યવહાર કરવો) અને ૧૨૫ (અન્યની જિંદગી જોખમમાં મૂકવી) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એઓજી ના અચાનક છાપા ને કારણે પંથકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!