વિલાયત ની ભૂખી ખાડીમાં ઠલવાયેલ ઝેરી કેમિકલ થી જળચર જીવોના મોત મામલે મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના સાયખા અને વિલાયત GIDCના બેફામ ઉદ્યોગપતિઓ દ્વારા નિયમોને ખીંટીએ લટકાવી ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલ ઠાલવી દેવાયું હતું, જેને કારણે હજારો જળચર જીવો મોત ને ભેટયા હતા.

સમગ્ર ઘટના ને તંત્રની બેદરકારી અને પર્યાવરણની સુરક્ષા પ્રત્યેની નિષ્કાળજી નો જીવતો જાગતો પુરાવો કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.ઉદ્યોગો ના પ્રવાહી પ્રદુષણ અંગે મીડિયાના અહેવાલોએ પ્રકાશ પાડ્યો હતો. પરિણામે ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું છે.મીડિયા માં અહેવાલો પ્રકાશિત થતાં જ જીપીસીબી અને મત્સ્ય વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

GPCB દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.જ્યારે મત્સ્ય વિભાગે મૃત્યુ પામેલા જળચર જીવોના નમૂના લઈ તપાસ શરૂ કરી છે. હાલ જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, તે માત્ર દેખાડો ન બને અને તંત્ર ખરા અર્થમાં ઈમાનદારીપૂર્વક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.તંત્રએ જવાબદાર ઉદ્યોગકારો સામે કડકમાં કડક કાનૂની પગલાં ભરવા જોઈએ.સમગ્ર પ્રકરણમાં તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

યુવા કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો જવાબદાર ઉદ્યોગપતિઓ સામે કડક કાર્યવાહી નહીં થાય, તો તેઓ ખેડૂતો અને અસરગ્રસ્ત નાગરિકો સાથે મળીને જનઆંદોલન છેડશે. જરૂર પડ્યે કંપનીઓને તાળાબંધી કરવાની પણ કોંગી યુવા નેતાઓ એ તૈયારી દર્શાવી છે. જો તંત્ર નક્કર પગલાં નહીં ભરે તો આવનાર સમયમાં મોટા જનઆંદોલન ના ભણકારા વાગી રહયા છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!