ભરૂચ ગ્રામ્ય પોલીસે કેલોદ ખાતે થી ગાંજા નું વાવેતર કરનાર સખ્શ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.”નો દ્રગ્સ ઇન ભરૂચ કેમ્પઈન” અંતર્ગત ભરૂચ રૂરલ પોલીસ દ્વારા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી.ભરૂચ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ. ઝાલા અને તેમની ટીમે કેલોદ ગામે થી ગેરકાયદેસર ગાંજાના વાવેતર ને ખુલ્લું પાડ્યું છે. ચોક્કસ બાતમીના આધારે તાલુકા પોલીસે કેલોદ ગામની સીમમાં આવેલા બસીર અહેમદભાઈ પટેલના કબજાવાળા પોલ્ટ્રી ફાર્મની જગ્યામાં તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન, પોલીસને આરોપી અરવિંદ સાહેબસિંહ ગૌડ (ઉંમર ૨૮, મૂળ રહેવાસી નાદીયા ગામ, તા. કેસલી, જી. સાગર, મધ્ય પ્રદેશ, હાલ રહે. કેલોદ ગામ) દ્વારા ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી ગાંજાના ૧૦ લીલા છોડ મળીને કુલ ૧,૬૯,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપી અરવિંદ ગૌડ વિરુદ્ધ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ, ૧૯૮૫ની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









