દહેજ-આમોદ રોડ પર ઉભેલી ટ્રક પાછળ એકટીવા સવાર યુવતી ઘુસી જતા કરૂણ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકા ના દહેજ સ્થિત ખાનગી કંપની મા નોકરી પતાવી ઘરે પરત ફરી રહેલ ભરૂચના વાગરા તાલુકા ના દહેજ ગામની એકટીવા સવાર યુવતીનું આમોદ-દહેજ રોડ ઉપર પાર્ક કરેલ ટ્રક ની પાછળ ઘુસી જતા સર્જાયેલ અકસ્માતમાં જીવલેણ ઇજાઓ ને પગલે ટૂંકી સારવાર ને અંતે હોસ્પિટલમાં કરૂણ મોત નીપજ્યું હતું.

 

બનાવ અંગે દહેજ પોલીસ સૂત્રો થકી મળતી વિગતો અનુસાર મૂળ ઉત્તર પ્રદેશ ના રેવતીપુરના વતની અને હાલ વાગરાના દહેજ ખાતે ખોડિયાર મંદિર પાસે રહેતા અખિલેશ રમાકાન્ત યાદવ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફીટર તરીકે નોકરી કરે છે. તેમની પત્ની કંચનદેવી ખાનગી કંપનીની કેન્ટીનમાં નોકરી કરતા હતા.ગતરોજ બપોરના સુમારે કંચનદેવી પોતાની મોપેડ લઈ નોકરી પરથી પરત ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન આમોદ-દહેજ માર્ગ ઉપર ટેગ્રોસ કંપની પાસે રસ્તાની બાજુ માં પાર્ક કરેલ ટ્રકની પાછળના ભાગે મોપેડ સવાર યુવતી કંચનદેવી પુરપાટ ઝડપે ભટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પર હાજર તબીબે કંચનદેવીનું મોત થયું હોવાની જાહેરાત કરી હતી.ઉક્ત બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!