વાગરા મા કૌમી એકતા ની જ્યોત પ્રજ્વલ્લિત :: મુસ્લિમ મહિલા ના જનાજા વખતે ગણપતિ પિંડાલ ના માઈકો બંધ કરી અંતિમ વિદાય આપતા હિન્દૂ ભાઈઓ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા માં વર્ષો થી મુસ્લિમો નો તહેવાર હોય કે હિન્દુ ભાઈઓ નો તહેવાર હોય બંને સમાજ ના તહેવારો આજે કૌમી એકતા,ભાઈચારા અને એક બીજા ના સંપ-સહકાર થી ખુબ જ શાંત વાતાવરણ માં ઉજવવામાં આવતા હોય છે.આજે દેશમાં કેટલાક કટ્ટરપંથી તત્વો રાજકીય રમત ના ભાગરૂપે બંને ભાઈબંધ કોમ ને લડાવી ને પોતાના રાજકીય રોટલા શેકવા તલપાપડ બની રહ્યા છે તેવા ટાણે વાગરા નગર ની હિન્દૂ-મુસ્લિમ એકતા આજે પણ અકબંધ રહેવા પામી છે. જેનું તાજું ઉદાહરણ વાગરા માં બુધવાર ના રોજ મુસ્લિમ મહિલા ના જનાજા વખતે સામે આવ્યું હતું.મુસ્લિમ સમાજ ની મહિલા નું મૃત્યુ થતાં તેણીની રાત્રી ના સમયે દફનવિધિ કરવા માટે મુસ્લિમ બિરાદરો વાંટા વિસ્તાર માં થી જનાજો લઈને કબ્રસ્તાન તરફ જવા માટે નીકળ્યા હતા. જે રસ્તાની નજીકમા જ હિન્દૂ સમાજે ગણપતિ નું સ્થાપન કરવામાં આવ્યું હતું.જ્યાં મંડપમાં માઇક પર ધાર્મિક ભજન-કીર્તન વાગી રહયા હતા.દરમિયાન ગણેશ પિંડાલ નજીક મુસ્લિમ મહિલા નો જનાજો પહોંચતા જ હિન્દુ ભાઈઓએ ગણપતિ ના મંડપ માં વાગી રહેલા માઈકો તરત જ બંધ કરી દીધા હતા.

                                ફાઈલ ફોટો 

અને મંડપમાંથી બહાર નિકળી શિસ્તબદ્ધ રીતે ઊભા થઈ ગયા હતા.મુસ્લિમ મહિલાના જનાજા ને અદબ અને માનભેર વિદાયગીરી આપી હતી.જનાજો ત્યાંથી પસાર થયો ત્યાં સુધી માઈકો બંધ રાખી હિંદુ ભાઈઓ એ કૌમી એકતા ની મિશાલ પેશ કરી હતી.

હિન્દુ-મુસ્લિમ બિરાદરો વાગરા માં વર્ષો થી એકતા અને સંપ-સહકાર થી એકબીજા ના તહેવારો મા સહભાગી થઇ તહેવારો ઉજવી રહ્યા છે.જે ખરેખર આજના નફરત ભર્યા માહોલ માં એક શ્રેષ્ઠ કૌમી એકતાનું ઉદાહરણ કહી શકાય.વર્ષો થી કાયમી કૌમી ભાઈચારા ની મિશાલ હાલ પણ મુસ્લિમ મહિલા ના જનાજા વખતે પ્રજ્વલ્લિત થઈ હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!