ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે બાઇક ચોરી ના ગુનામા છેલ્લા નવ વર્ષથી નાસતા-ફરતા વિનુને અંકલેશ્વર થી ઝડપી પાડયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે અંકલેશ્વર ની એક ચોરી ના ગુનામા છેલ્લા નવ વર્ષથી નાસતા-ફરતા ઇસમને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પો.સ.ઇ.આર.એસ.ચાવડા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતાઆરોપીઓ ને પકડવા માટે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન મળેલ બાતમી ને આધારે ચોરી ના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા ઇસમ વિનુભાઇ દુલીયાભાઇ ભીલાલા રહે.ભોલવાંટ તા.કઠ્ઠીવલા જી.અલીરાજપુર (મધ્ય પ્રદેશ)અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ગોલ્ડન પોઇન્ટ ખાતે હાજર છે.જે બાતમી ને આધારે પોલીસે વીનું ભિલાલા ને બાતમી વાળી જગ્યાએ થી ઝડપી લીધો હતો. આગળની કાયદેસર કાર્યવાહી માટે વીનું ભિલાલા ને અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ ને હવાલે કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે વિનુ વિરુદ્ધ અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશન મા ૨૦૧૬ મા ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનો નોંધાયો હતો ત્યારથી ઉક્ત ઈસમ ફરાર હતો.અગાઉ ત્રણ બાઇક ચોરી ના ગુનામાં ત્રણ ઈસમો ફરાર હતા.જેમાંથી બે ઈસમો ઝડપાઇ ગયા હતા.પરંતુ વીનું પોલીસ પકડ થી ભાગી રહ્યો હતો.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!