વાગરા: શ્રદ્ધા અને આસ્થાનું પવિત્ર મિલન, હઝરત પીર તરીકત સૈયદ કાદરી હશનઅલી બાવાના સંદલ શરીફની ભવ્ય ઉજવણી કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ઘરાનામાં આસ્થાના કેન્દ્ર સમા હઝરત પીર તરીકત સૈયદ કાદરી હશનઅલી બાવાના 9 મા સંદલ શરીફની તાજેતરમાં ભક્તિમય અને ભવ્ય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

જેણે વાગરાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વધુ ગૌરવ અપાવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સજ્જાદા નસીન સૈયદ અબ્દુલ કાદરી બાવાના નિવાસસ્થાનેથી થયો હતો. અહીંથી ‘સલાતો સલામ’ના પવિત્ર પઠન સાથે એક ભવ્ય અને શાંતિપૂર્ણ ઝુલુસ નીકળ્યું હતું. શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયેલું આ ઝુલુસ ધીમે ધીમે વાંતા શાળાની બાજુમાં આવેલ હઝરત પીર તરીકત સૈયદ કાદરી હશનઅલી બાવાની દરગાહ શરીફ તરફ આગળ વધ્યું હતું.

ઝુલુસ દરમિયાન સર્વત્ર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ મુખ્ય વિધિ ‘સંદલ શરીફ પેશ’ કરવાની હતી, જે ધાર્મિક પરંપરા મુજબ સજ્જાદા નસીન સૈયદ અબ્દુલ કાદરી બાવાના હસ્તે સંપન્ન થઈ હતી.

આ પવિત્ર કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી અનેક જાણીતા સૈયદ બાવાઓ અને ધર્મગુરુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૈયદ સમસાદ બાવા શિનોર, સમીર બાવા માંડવી, સૈયદ એજાજ બાવા ભરૂચ, સૈયદ ટોફિક બાવા કેરવાડા, સૈયદ નિયાજ બાવા માંડવી, સૈયદ ગુલામ રસુલ બાવા ચાંચવેલ, સૈયદ ફરીદ બાવા, સૈયદ મજલેસાબ બાવા, અને સૈયદ નૌશાદ બાવા માંડવી સહિતના મહાનુભાવોએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

આ પવિત્ર અવસરે સમગ્ર દરગાહ પરિસરને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જેણે રાત્રિના સમયે એક દિવ્ય અને આહલાદક દૃશ્ય ઊભું કર્યું. આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ અકીદતમંદોએ બાવાના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી. આ ઉજવણીએ એકવાર ફરી સાબિત કર્યું કે વાગરા ઘરાનામાં ધર્મ, શ્રદ્ધા અને એકતાનું અનોખું મિલન જોવા મળે છે.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!