વાડદ ગૃપ કેળવણી મંડળ સંચાલિત સરસ્વતી હાઇસ્કૂલ વાડદ નાં પટાંગણ માં ૭૯ માં સ્વાતંત્રતા દિવસ ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવવામાં આવી હતી. સંસ્થાના હોદ્દેદારો ગામના વડીલો,આગેવાનો અને યુવાનો સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના છાત્રો અને આચાર્ય તથા શિક્ષકગણ ની ઉપસ્થિતી માં સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૫મી ઓગષ્ટ સ્વાતંત્રતા દિવસ ની ધ્વજારોહણવિધી ssc બોર્ડ ધોરણ ૧૦માં શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર કુમારી શેખ મુનીરાબાનું વાહીદ હુસેન ના હસ્તે કરવામાં આવી હતી.ગામના સામાજીક કાર્યકર અને આગેવાન સખી દાતા હાજી ગુલામ મૈયુદ્દીન હાજી અમુ મીયા તરફ થી SSC ધોરણ 10 માં અને HSC ધોરણ 12 માં શાળા કક્ષાએ પ્રથમ આવનાર વિદ્યાર્થીની શેખ મુનીરાબાનું વાઇદહુસેન અને શેખ નિદાબાનું સબ્બીરહુસેન ને એપ્પલ કંપની ના ટેબ્લેટ આપી સન્માન કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત કાર્યક્રમ ની શરૂઆત ધ્વજવંદન પછી શાળા ના આચાર્ય ના સ્વાગત પ્રવચન થકી થઈ હતી. શાળા ના શિક્ષક જયંતીભાઈ સોલંકીકાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું હતું.શાળાની વિદ્યાર્થીની મલેક મીનસર બાનું એ દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું.ત્યાર બાદ શાળાની વિદ્યાર્થીની મલેક ઝોયા ફાતેમા સાદિકમહંમદ દ્વારા સ્વાતંત્રતા દિન વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. શેખ ગુલામમૈયુદ્દીન ભાઈ એ પ્રેરણા દાયક પ્રવચન આપીને અગામી વર્ષ માં જે વિદ્યાર્થી ધોરણ 10 અને 12 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરશે તેમને પોતાના તરફ થી લેપટોપ આપવાની જાહેરાત કરી હતી.જેને વિદ્યાર્થીઓ સહિત તમામ ઉપસ્થિત લોકોએ વધાવી ને આવકાર આપ્યો હતો.શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને રિશર્ચ ઓફિસર(પાલનપુર) શેખ અલ્લારખાભાઈ એ પોતાના પ્રવચન માં બાળકો માં રહેલી શક્તિ બહાર લાવવા ગમેતેવી પરિસ્થિતિ નો સામનો કરી પ્રવૃતીમય રહેવા અને અભ્યાસ માં આગળ વધી શાળા તેમજ ગામ અને સમાજ નું નામ રોશન કરવા આહવાન કર્યું હતું.અંતે આભાર વિધી શાળા ના સિનિયર શિક્ષક સાદીક્ભાઇ મલેક દ્વારા કરવામાં આવી હતી.ગામના અન્ય સખી દાતા તરફથી આગામી વર્ષ માટે પણ ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.
યાસીન શેખ,અંધાડી
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









