જામનગર થી વિલાયત બિરલા ગ્રાસીમ ખાતે લવાતો ૭.૬૦ લાખનો રિફાઈન્ડ સલ્ફર નો જથ્થો સગેવગે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી વિલાયત ની બિરલા ગ્રાસીમ કંપનીમાં પહોંચાડવામાં આવતા લાખો રૂપિયાના રિફાઈન્ડ સલ્ફરની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ટ્રક ડ્રાઈવર અને માલિકે રસ્તામાં જ ૭.૬૦ લાખ રૂપિયાનો સલ્ફરનો જથ્થો સગેવગે કરીને તેની જગ્યાએ મીઠા જેવો પદાર્થ ભેળવી દીધો હતો. આ ઘટનાએ ઔદ્યોગિક પરિવહન ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

પોલીસ ફરિયાદ અનુસાર ટ્રક નંબર G.J.17-UU-3008 ના માલિક હરદીપસિંહ રામદેવસિંહ સરવૈયા અને ડ્રાઈવર જયેશભાઈ અરવિંદભાઈ ડાંગર જે બંને જામનગરના રહેવાસી છે, તેમને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગરથી વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપની સુધી ૩૧.૧૦૦ મેટ્રિક ટન રિફાઈન્ડ સલ્ફર પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ સલ્ફરની કિંમત ૭,૬૦,૧૪૬/- હતી. આરોપીઓએ તા.૧૦ ઓગસ્ટ રાત્રિના ૧૨:૦૦ વાગ્યાથી તા. ૧૨ ઓગસ્ટ ના સવારના ૯ વાગ્યા દરમિયાન રસ્તામાં ટ્રક રોકીને તેમાંથી સલ્ફરનો જથ્થો કાઢી લીધો અને તેની જગ્યાએ કોઈ અન્ય પદાર્થ ભેળવી દીધો હતો. છેતરપિંડી અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પ્રકારના ગુનાઓથી ઔદ્યોગિક એકમોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!