ભરૂચ શહેર માંથી બે ભાઇઓ સહિત ત્રણ ને ગેરકાયદેસર પિસ્ટલ તેમજ વિદેશી દારૂ સાથે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ શહેરમાથી ગેરકાયદેસર હથિયાર,કારટીઝ તેમજ ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે એલ સી બી એ બે ભાઈઓ સહિત ત્રણ ઈસમો ને ઝડપી પાડ્યા હતા.જ્યારે ત્રણ ઈસમો ને વોન્ટેડ જાહેર કરાયા હતા.એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે આશય થી અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો પર વોચ રાખવા, તેમજ ગેરકાયદેસર હથીયારો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમ્યાન એલ.સી.બી ના પો.સ.ઇ. ડી.એ.તુવર ની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે, “ભરૂચમાં મારવાડી ટેકરા ખાતે રહેતો બુટલેગર હનીફ ઉર્ફે હન્નુ ઇમરાનશા કરીમશા દિવાન એક થાર ફોરવ્હીલ કાર નંબર જી જે ૧૬ ડી સી ૬૦૩૭ માં ગેરકાયદેસર હથીયાર (અગ્નીશસ્ત્ર) લઇને ફરે છે” જેને આધારે પોલીસ તાત્કાલિક મારવાડી ટેકરા ખાતે પહોંચી હતી.જ્યાથી થાર ગાડી સાથે નશો કરેલી હાલતમાં હનીફ ઉર્ફે હનું ઇમરાનશા કરીમશા દિવાનને પકડી પાડયો હતો.

 

તેની પાસેની થાર ગાડીના ડ્રોવરમાંથી હાથ બનાવટની એક પિસ્ટલ (અગ્નીશસ્ત્ર) મેગ્ઝીન લોડેડ હાલતમાં તેમજ જીવતા બે કાર્ટીઝ પણ કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હનીફ ઉર્ફે હન્નુ તથા તેનો ભાઇ નવાબ ઉર્ફે નબ્બુ ના ઘરે તપાસ કરતા પ્રતીબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી સીલબંધ બોટલ તથા વિદેશી દારૂની ડીલીવરી કરવા માટે ઉપયોગમાં લેવાતા ચાર મોટર સાઇકલ તથા થાર ગાડી મળી કુલ ૧૩,૭૨,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી ત્રણ આરોપી હનીફ ઉર્ફે હન્નુ ઇમરાનશા કરીમશા દીવાન રહે-રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરો, ભરૂચ તથા નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાનશા કરીમશા દીવાન રહે-રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરો, ભરૂચ તેમજ આદીત્ય મહેન્દ્ર વસાવા રહે-રેલ્વે કોલોની, ભોલાવ, ભરૂચ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે રાધે તેમજ રાહુલ અને અનીલ ગામીત રહે. સુરત ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે પકડાયેલ બન્ને બૂટલેગર્સ ભાઇઓ વિદેશી દારૂની હેરાફેરી કરવાની ટેવવાળા હોય, નામદાર કોર્ટ દ્વારા શરતી જામીન આપેલ હોવા છતાં તેમણે પોતાના આર્થીક ફાયદા માટે અલગ અલગ આરોપીઓ સાથે મળી સંગઠીત ગુનાહીત પ્રવૃતિ સતત ચાલુ રાખી હતી.

નોંધપાત્ર છે કે હનીફ ઉર્ફે હન્નુ ઇમરાનશા કરીમશા દીવાન પર ભરૂચ શહેર ના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ કલમો હેઠળ ૧૨ ગુના તેમજ નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાનશા કરીમશા દીવાન વિરુદ્ધ ૮ ગુના નોંધાયેલા છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!