ભરૂચ ના ફિરદૌસ પાર્ક મા ધોળે દિવસે ઘરફોડ ચોરી ને અંજામ આપનાર ઘરફોડ ચોર ને ભરૂચ એલસીબી એ ગોધરા ખાતે થી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.ગત તા.૩૦ જૂનના રોજ દિવસના સમયે અજાણ્યા ઈસમો એ ભરૂચ શહેર માં આવેલ ફીરદોશ પાર્ક ખાતે એક મકાનમાં ઘરનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી ને અંજામ આપ્યો હતો.ઘરમાં રહેલા લાકડાના કબાટમાંથી સોનાની ૫૬ ગ્રામની જણસો જેની આશરે કુલ કી.રૂ ૪.૪૮,૦૦૦/- ની મત્તાની ચોરી કરી હતી.સદર ચોરીનો ગુનો શોધી કાઢવા એલ.સી.બી. ટીમ દ્વારા ગુનાવાળી જગ્યાની વીઝીટ કરી, હ્યુમન ઇન્ટેલિજન્સ & ટેક્નિકલ સર્વેલન્સ અને સી.સી.ટીવી ફુટેઝ આધારે આરોપીઓનું પગેરૂ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

ફાઈલ ફોટો
દરમ્યાન ચોરીના બનાવના CCTV એનાલીસસ કરતાં જાણવા મળ્યું હતું કે,ઉક્ત ચોરીમાં એક ફોરવ્હીલ ગાડી તથા ત્રણ ઇસમો ની સંડોવણી હોવાનું સપાટી પર આવ્યું હતું.સંડોવાયેલ તમામનું ટેકનીકલ એનાલીસીસ કરતાં ઘરફોડ ચોરીમાં ઇરફાન અબ્દુલ રહીમ ફોદા તેમજ સાહીદ ઉર્ફે બાટલો મોહંમદ જમાલ શેખ તથા મુન્નાવર મામજી હોવાનું બહાર આવ્યું હતું.તેઓ અગાઉ ઘણી બધી વખત આવી ચોરીઓ કરેલ હોવાની પણ માહિતી મળી હતી.દરમ્યાન તા.૧૨ ઓગસ્ટ ના રોજ પો.સ.ઈ. ડી.એ.તુવર તથા ભરૂચ એલસીબીને બાતમી મળેલ કે ‘ભરૂચ શહેર ફિરદોશ પાર્કમાં થયેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ શંકાસ્પદ ઇસમો પૈકી સાહીદ ઉર્ફે બાટલો મોહંમદ જમાલ શેખ હાલ ગોધરા ખાતે ઘરે હાજર છે. ચોક્કસ બાતમી ને આધારે એલ.સી.બી ની ટીમ ગોધરા ખાતે જઇ સદર શકમંદ સાહીદ ઉર્ફે બાટલો મોહંમદ જમાલ શેખ રહે,ધંતીયા પ્લોટ સિંગલ ફળીયુ ગોધરાને તેના ઘર પાસેથી ઝડપી પાડી ઘરફોડ અંગે તેની પુછપરછ હાથ ધરતા તે ભાગી પડ્યો હતો.તેને પોલીસ સમક્ષ રજૂ કરેલ કેફીયત મુજબ આશરે દોઢેક મહીના પહેલા મુન્નાવર મામજી તેની મારુતી સુઝુકી ઝેન ફોર વ્હીલ લઈને સાહિદ ને ઘરે આવેલ અને ચોરી કરવા માટે તેને સાથે આવવા જણાવેલ જેથી સાહિદ બાટલા ને પૈસાની જરૂર હોય તેની સાથે ફોર વ્હીલમાં બેસી ગયો હતો. ત્યારબાદ ઇરફાન ફોદા ગોધરા જકાત નાકા પાસેથી તેઓની સાથે ગાડીમાં બેસેલ, ત્યારબાદ તેઓ ગોધરા થી ભરૂચ પહોંચ્યા હતા. જ્યા અલગ અલગ વિસ્તારમાં સાંકડા બજારોમાં ફરી એક ઘર ટાર્ગેટ કરેલ અને ઘરનો લોક તોડી ઘરમાં પ્રવેશી ચોરી કર્યા બાદ ગોધરા પરત ફર્યા હતા.પોલીસે ચોરીમાં સામેલ અન્ય બે આરોપીઓ ઇરફાન અબ્દુલ રહીમ ફોદા રહે.ફોદા કોમ્પ્લેક્ષ પોલન બઝાર તથા મુન્નાવર મામજી રહે.રોયલ પ્લોટ સિંગલ ફળીયુ ગોધરા ને વોન્ટેડ જાહેર કરી આરોપી વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની સલંગ્ન કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ અર્થે ભરૂચ “બી’ ડીવીઝન પોલીસ ને સોંપવામાં આવ્યા હતા.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









