અંક્લેશ્વર ખાતેથી આધાર પુરાવા વગરના રાંધણગેસના ૯૦ શંકાસ્પદ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અંકલેશ્વર ના શાંતિનગર વિસ્તારમાં થી શંકાસ્પદ ૯૦ ગેસ ના બોટલ સાથે એક શખ્સ ને પકડી પાડી એસ ઓ જી પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આગામી તહેવારોમાં હંગામી દુકાનધારક વેપારીઓને ગેસની જરૂરિયાતને લઇ ગેસની બોટલની ટ્રાન્સફર કરતા ઇસમો દ્વારા ગેરકાયદેસર ગેસ રીફીલીંગ થવાની સંભાવનાઓને લક્ષ્યમાં રાખી, ગેસ રીફીલીંગ જેવી પ્રવૃતિઓ ઉપર સતત વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા મળેલ સૂચના અનુસંધાને એસ.ઓ.જી.ભરૂચની ટીમ ને કામગીરી કરવા સુચના પ્રાપ્ત થઈ હતી. એસ.ઓ.જી.ટીમ અંકલેશ્વર GIDC વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.કો સુરેશભાઈ રામસીંગભાઈ ને બાતમી મળેલ કે, અંકલેશ્વર થી રાજપીપળા તરફ જતા રોડ પર શાંતિનગર ખાતે એક ઈસમે રોડ ઉપર પતરાના શેડમાં ગેરકાયદેસર રીતે રાંધણગેસની નાની મોટી અનેક બોટલો રાખી મુકેલ છે. જે બાતમી ને આધારે પોલીસે રેઇડ કરતા “રીલાયન્સ ગેસ ચામુંડા ગેસ એજન્સી” ના બોર્ડવાળા પતરાના શેડમાં તપાસ કરતા રાંધણગેસના શંકાસ્પદ નાના મોટા ગેસના કુલ ૯૦ બોટલ જેની કિ.રૂ. ૧,૨૬,૮૦૦/- મળી આવતા હાજર ઈસમ સુખલાલ શંકરલાલ રાયકા, ઉ.વ.૩૦, રહેવાસી-મ.નં. ૩૨, શિવ રેશીડન્સી, શાંતિનગર-૧ ની સામે, અંકલેશ્વર રાજપીપળારોડ, મુળ રહે. મેવાશા, ભીલવાડા (રાજસ્થાન) પાસે રાંધણગેસ ના બોટલો ના બિલ તથા આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા પોલીસે B.N.S.S. કલમ ૧૦૬ મુજબ ગેસ ના બોટલો કબજે કરી, સુખલાલ રાયકા ને કલમ-૩૫(૧)(ઈ) મુજબ અટક કરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ ને હવાલે કરવામાં આવ્યો હતો.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!