ત્રાલસા ની શ્રીમતી એમ ઝેડ પટેલ સ્કૂલ દ્વારા શાળાકક્ષા એ ત્રિરંગા યાત્રા યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ના ત્રાલસા સ્થિત શ્રીમતી એમ ઝેડ પટેલ સરસ્વતી વિદ્યામંદિર દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. શાળાના છાત્રો ધ્વારા ” એક કલાક રાષ્ટ્ર કે નામ ” સંદેશ સાથે ૧૫ મી ઑગસ્ટ ” સ્વતંત્રતા દિવસ” અંતર્ગત ભારત ની આન બાન અને શાન ત્રિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્રિરંગા યાત્રા ને શાળાના આચાર્ય જીતેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રાનું સંપૂર્ણ સંચાલન શાળા ના શિક્ષક અશોક ભાઈ ધ્વારા કરવામાં આવ્યું હતું.

શાળાના ૧૨૦૦ જેટલા વિધાર્થીએ ત્રાલસા ગામમાં ત્રિરંગા યાત્રા કાઢી રાષ્ટ્ર ને મજબુત બનાવવા એક પહેલ કરવામાં આવી હતી. ગ્રામજનો એ પણ ત્રિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરી વધાવી લીધી હતી.ત્રિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો ની શૂરાવલી અને સુત્રોચારે વાતાવરણને રાષ્ટ્રભક્તિમય બનાવ્યું હતું.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!