ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંત્રાણ ગામે વડીલોપાર્જિત જમીનમાં બોગસ દસ્તાવેજોના આધારે ફરિયાદીનો હક્ક કમી કરાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરનારા ૨૨ ઈસમો વિરુદ્ધ ૨૦ લાખ રૂપિયાની ઠગાઈ ની પોલીસ ફરિયાદ નોંધાતા જંબુસર પંથકમાં ભારે ચકચાર વ્યાપી જવા પામી છે.બોગસ દસ્તાવેજો બનાવી ૨૦ લાખ રૂપિયા ની છેતરપિંડી સંદર્ભે કાવી પોલીસે ફરિયાદના આધારે તલાટી કમ મંત્રી, સર્કલ ઓફિસર સહિત ૨૨ આરોપીઓ વિરૂધ્ધ ઠગાઈનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાની આધારભૂત માહિતી સાંપડી છે. ઉલ્લેખનીય છે કે ઉકત બોગસ દસ્તાવેજ કૌભાંડ માં તલાટી કમ મંત્રી, સર્કલ ઓફિસર સહિત ૨૨ સામે ૨૦ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.કૌભાંડ માં સંડોવાયેલ ૪ આરોપી વડોદરા ના તેમજ બે રાજકોટના હોવાની વિગતો સપાટી પર આવી છે.૨૨ લાખ રૂપિયા આપવાની લાલચ આપી ફરિયાદી તથા તેના બહેનના સહી સિક્કા કરાવી ૨૨ લાખ ને બદલે માત્ર રૂા.૨ લાખ જ આપ્યા હતા.આમ, બોગસ દસ્તાવેજો થકી વડીલોપાર્જિત જમીનમાં ફરિયાદીનું નામ હકમાંથી કમી કરાવી તેમજ સમાધાન પેટે ૨૦ લાખની છેતરપિંડી આચરી હોવાની વિગતો ઉજાગર થવા પામી હતી.મૂળ ભરૂચ જિલ્લાના ના મદાફર ગામના વતની અને હાલ આણંદ ખાતે રહેતા બસીર અકબરભાઈ પઠાણ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પિતાનું વર્ષ ૨૦૦૫માં અવસાન થયું હતું.તેમની વડીલોપાર્જિત જમીન ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ના જંત્રાણ ગામે આવેલ છે. ૨૨ આરોપીઓ પૈકી ૧૮ બસીરભાઈના સંબંધી તથા મિત્રો થાય છે. ૨૦૦૬માં મૃત્યુ પામેલા મસ્તુભાઈ ગુલભા રસુલ અને જલાલુદ્દીન – ગુલભા રસુલ સાથે મળી કાવતરું રચી – તલાટી કમ મંત્રી સાથે મેળાપીપણા મા ખોટા જવાબ અને પંચક્યાસ કરી મામલતદાર સમક્ષ હક ઉઠાવવાનો કરાર તથા દસ્તાવેજો અસલ તરીકે રજૂ કર્યા હતા, અને બસીરના પિતાના હક કમી કરાવી રેવન્યૂ રેકોર્ડ નોંધમાં પ્રમાણિત કરી જમીનમાંથી હક કમી કરી દીધો હતો.આ જમીનો પૈકી બ્લોક નં.૨૫૪ (૪૭૧) વાળી જમીન આરોપીઓએ આ ગુનામાં જ સંડોવાયેલા અન્ય આરોપીઓ ને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આરોપીઓ વિરૂધ્ધ અગાઉ કાવી પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી. જેમાં સમાધાનના બહાને આરોપીઓએ જમીનમાં નામ દાખલ કરવાના છે તેમ જણાવી જમીન વેચાણ આપી દીધી હોવાથી તેની રકમ ૨૨ લાખ આપવાનું ખોટું પ્રલોભન આપી માત્ર બે લાખ આપી ને જ ફરિયાદી તથા તેની બહેનના સહી સિક્કા કરાવી લીધા હતા.અને તેઓ દ્વારા કરાયેલ ફરિયાદ પરત ન ખેંચવામાં આવે તો ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ પણ આપી હતી.બોગસ દસ્તાવેજો દ્વારા જમીન પચાવી પાડવા ના કારસામાં સંડોવાયેલા શખ્સો એ અગાઉ પણ આવા અનેક કૌભાંડો આચર્યા ની અંગત સૂત્રો થકી માહિતી સાંપડી છે.પોલીસ દ્વારા ત્રીજું લોચન ખોલી ને પોતાની આગવી સટાઇલ મા તપાસ હાથ ધરવામાં આવે તો આ મંડળી દ્વારા ભૂતકાળમાં આચરવા માં આવેલ અનેક ગુનાઓ નો પર્દાફાશ થાય તેમ છે.આ ઈસમો દ્વારા સિન્ડિકેટ બનાવી મામલતદાર કક્ષાએ થી નિવૃત્ત થયેલા અને જમીન મહેસુલ ક્ષેત્રે પારંગત લોકો સાથે મળી અનેક જમીન લક્ષી ગુનાઓ આચર્યા ની ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું છે,ત્યારે પોલીસે કડક હાથે કામગીરી હાથ ધરી અગાઉ આ ટોળકી દ્વારા બોગસ દસ્તાવેજો થકી આચરવામાં આવેલ જમીન કૌભાંડ ઉજાગર કરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ થવા પામી છે.
બોગસ દસ્તાવેજો થકી જમીન પચાવી પાડવાના પેતરા મા સંડોવાયેલા આરોપીઓ
(૧) શેરમહંમદ ગુલભારસુલ સોલંકી (રહે. મદાફર,જી-ભરૂચ)
(૨) બસીર ગુલભારસુલ સોલંકી (રહે. મદાફર, જી-ભરૂચ)
(૩) રશીદાબેન મસ્તુભાઇ સોલંકી (રહે.આછોદ, જી-ભરૂચ)
(૪) સાજીદ મસ્તુભાઈ સોલંકી (રહે.આછોદ, જી-ભરૂચ)
(૫) ઈમરાના મસ્તુભાઈ સોલંકી (રહે.અછોદ, જી- ભરૂચ)
(૬) ખેરૂનબેન મસ્તુભાઈ સોલંકી (રહે. આણંદ)
(૭) કુલસુમબેન મસ્તુભાઈ સોલંકી (રહે.પાલેજ, જી-ભરૂચ)
(૮) મુમતાજબેન જલાઉદ્દીન સોલંકી (રહે. ગોરવા, વડોદરા)
(૯) વાજીદ જલાઉદ્દીન સોલંકી (રહે. ગોરવા, વડોદરા)
(૧૦) ફિરોજ જલાઉદ્દીન સોલંકી (રહે. ખેડા)
(૧૧) સલમા જલાઉદ્દીન સોલંકી (રહે. ગોરવા, વડોદરા)
(૧૨) શાહેદા જલાઉદ્દીન સોલંકી (રહે.વાગરા,જી- ભરૂચ)
(૧૩) તબસુમ જલાઉદ્દીન સોલંકી (રહે. ભરૂચ)
(૧૪) અશરફ પ્રતાપ સિંધા (રહે. મદાફર,જી-ભરૂચ)
(૧૫) સાદિક પ્રતાપ સિંધા (રહે. મદાફર,જી-ભરૂચ)
(૧૬) જીવીબેન સાબીર પઠાણ (રહે. આમોદ, જી-ભરૂચ)
(૧૭) જીવરાજ પરબતભાઈ કોરાટ (રહે. મુજમહુડા, વડોદરા)
(૧૮ રામજી ભુરાભાઈ માવાણી (રહે. રાજકોટ)
(૧૯) આદિતિ વત્સલ કોરાટ (રહે. રાજકોટ)
(૨૦) ફિરોઝખા અહેમદખા પઠાણ (રહે. કાવલી,જી-ભરૂચ)
(૨૧) તલાટી કમ મંત્રી મદાફર (રહે. મદાફર,જી-ભરૂચ)
(૨૨) સર્કલ ઓફિસર કાવી (રહે. કાવી, ભરૂચ મામલતદાર કચેરી)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









