ભરૂચ ના ઘાડ-લુટના ગુનામા છેલ્લા ૨૫ વર્ષથી નાસતો-ફરતો સોબાન પેરોલ ફર્લો સ્કોડના હાથે ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લા મા આજ થી પચ્ચીસ વર્ષ અગાઉ બનેલ લૂંટ તેમજ ધાડ ના બનાવ મા સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપી ને પેરોલ ફર્લો સ્કોડે પોર જી.આઇ.ડી.સી.ખાતેથી ઝડપી પાડ્યો હતો.મળતી વિગતો અનુસાર પો.સબ.ઇન્સ.આર.એસ.ચાવડા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના હે.કો.ભોપાભાઇ ગફુરભાઈ, પો.કો.સરફરાજ મહેબુબ, પો.કો.શામજીભાઈ કોળચાભાઇ ભરૂચ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ ને પકડવા માટે દાહોદ જીલ્લા ખાતે તપાસ મા હતા દરમ્યાન બાતમી મળી હતી કે ધાડ અને લૂંટ નો આરોપી સોબાન સંઘાડા પોર નજીક જીઆઇડીસી ખાતે રહે છે. ઉક્ત બાતમીને આધારે પોલીસે જિલ્લામાં થયેલ ધાડ અને લૂંટ ના આરોપી સોબાન ઉર્ફે શોભાન કરશનભાઇ સંગાડા ઉ.વ.૫૩ હાલ રહે,ટીપા સર્કલ,હનુમાન મંદિર, પોર જી.આઇ.ડી.સી.તા.જી.વડોદરા મુળ રહે.ઇટાવા ગામ તા.જી.દાહોદ ને પોર જી.આઇ.ડી.સી.ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા માટે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો હતો.

નોંધપાત્ર છે કે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પચીસ વર્ષ અગાઉ ઇ.પીકો.કલમ ૩૯૫ તથા બી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુના નોંધાયો હતો ત્યારથી આરોપી શોભાન પોલીસ પકડ થી દુર હતો.ઉલ્લેખનીય છે કે ભરૂચ ના દેરોલ સ્થિત પેટ્રોલપંપ પર તેમજ નેશનલ હાઇવે નંબર ૮ ઉપર ન્યાયમંદિર હોટલની પાસે આવેલ પેટ્રોલપંપ ઉપર લૂંટ નો બનાવ બન્યો હતો.બંને લૂંટ માં રોકડા કુલ મળી ૩,૦૯,૮૭૦ /-ની લૂંટ સાથે ધાડ કરવામાં આવી હતી.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!