અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ના ચોરીના ગુના મા ૯ વર્ષ થી વોન્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કોડે દબોચી લીધો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન ના નવ વર્ષ અગાઉના ચોરી ના ગુના મા વોન્ટેડ આરોપી ને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે છોટા ઉદેપુર ખાતે થી ઝડપી પાડી આગળ ની કાયદેસરની કાર્યવાહી અર્થે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ને હવાલે કરવામાં આવ્યો હતો.પેરોલ, ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ ને પકડવા ખાસ ઝુંબેશ ના ભાગરૂપે ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.જે અનુસંધાને પો.સ.ઇન્સ.ડી.એ.તુવર ના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો ભોપાભાઇ ગફુરભાઇ તથા આશિષભાઇ સુરેશભાઇ,સરફરાજ મહેબુબ,શામજીભાઇ કોળચાભાઇ, અને અરવિંદભાઇ હીમંતરામ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ છોટાઉદેપુર ખાતે તપાસમા ગયા હતા.દરમ્યાન તેઓ ને મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર જી.આઇ. ડી.સી.પોલીસ સ્ટેશન ના મોટર સાઇકલ ચોરીના ગુનાના મા છેલ્લા ૯ વર્ષ થી નાસતા ફરતા આરોપી રાજુભાઇ નસરીયાભાઇ ધાનકા રહે.કાકડપા,ધાનુક ફળીયા,તા.જી.છોટાઉદેપુર ને ઝડપી પાડી.આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશન ને સુપ્રત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપી રાજુભાઇ ધાનકા વિરુદ્ધ અંકલેશ્વર જી.આઇ. ડી.સી.પોલીસ સ્ટેશન ખાતે ૨૦૧૬ મા ત્રણ મોટર સાઇકલ ચોરી ના ગુના સબબ ઇ.પીકો.કલમ ૩૭૯,૧૧૪ મુજબ ગુનો નોંધાયો હતો.જેમાં અન્ય આરોપીઓ ઝડપાઇ ગયા હતા પરંતુ આરોપી રાજુભાઇ પોલીસ ની પકડ થી દુર હતો.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!