ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દીવસની ઉજવણી નિમિત્તે રેલવે સ્ટેશનથી જનજાગૃતિ રેલી યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.જેને જિલ્લા ના આરોગ્ય વિભાગના ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓએ રેલીને ફલેગ બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

રેલી “માં બનવાની ઉંમર એ જ જ્યારે શરીર અને મન તૈયાર હોય” થીમ પર આધારિત હતી.અને આ સંદર્ભે જનજાગૃતિ કેળવાય તે હેતુસર યોજાઈ હતી.આરોગ્ય વિભાગ તરફથી વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ કેળવવા દરેક તાલુકામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ “વિશ્વ વસ્તી દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં બે તબક્કાવાર ઉજવણીનું આયોજન કરાયું છે. લાલબત્તી સમાન વધતી જતી વસ્તી સામે વિશ્વ વસ્તી દિન નિમિત્તે ભરૂચ શહેરમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે.

જેમાં ભરૂચ શહેરમાં વિશ્વ વસ્તી દીવસની ઉજવણી નિમિત્તે વરસતા વરસાદમાં જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણીમાં રેલીનું આયોજન કરાયું હતું. ” માં બનવાની ઉંમર એ જ જ્યારે શરીર અને મન તૈયાર હોય” થીમને અનુસરીને આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનથી જનજાગૃતિ રેલીનું યોજવામાં આવી હતી.

ઉક્ત જનજાગૃતિ રેલી કુટુંબ નિયોજન સહિત સામાન્ય લોકોમાં જાગૃતિ કેળવાયે તે હેતુથી યોજાઇ હતી.રેલી ભરૂચ રેલ્વે સ્ટેશનથી શરૂ થઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સમાપન થયું હતું.આ રેલીમાં કુટુંબ નિયોજન અંતર્ગત નાનું કુંટુંબ, સુખી કુંટુંબ, ઘરમાં બે બોળકોની જોડી,સુખ વધારે અને ચિંતા થોડી, જેવા વિવિધ પ્લે કાર્ડ સાથે કાઢવામાં આવી હતી. રેલીમાં મેડીકલ કોલેજની વિદ્યાર્થીનીઓએ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ એ ભાગ લીધો હતો.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!