જોલવામાં દુકાનની આડમાં ગાંજો વેચતો વેપારી ઝડપાયો; એક ફરાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દહેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિપજય તેમજ કોન્સ્ટેબલ સેતાનસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, જોલવા ગામે આવેલી સેફરોન સિટી સોસાયટીમાં રહેતો અને કરિયાણાની દુકાન ચલાવતો નરેશ હેમજી પરમાર દુકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે.જેના પગલે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતા નરેશ પરમાર તેની સુર્યદેવ કિરાણા સ્ટોર નામની દુકાનમાં જ મળી આવ્યો હતો.પોલીસે તેની દુકાનમાં તપાસ કરતા તેમણે કુલ ૯૫૧ ગ્રામ એટલે કે કુલ ૧૦ હજારની મત્તાનો ગાંજો મળી આવ્યો હતો.ગાંજા બાબતે પુછતા જણાવ્યુ હતુ કે, દુકાનનો માલિક સુરેશપુરી દેવપુરી ગૌસ્વામી, હાલ રહે.સેફરોન સીટી, મુળ રહે.પાલી, રાજસ્થાન) તેને ગાંજાનો જથ્થો આપી જતો હતો.જે તે ૨૦૦-૨૦૦ રૂપીયાની નાની પડીકી બનાવીને વેચતો હતો.ટીમે બંન્ને વિરૂધ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપીક સબસ્ટીન્સીસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.તેમજ સુરેશ પુરીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.બીજી તરફ દહેજ પોલીસે નરેશ પરમાર કેટલા સમયથી આ વ્યવસાય કરતો હતો, અન્ય કોઈ તેમાં સંડોવાયેલા છે કે કેમ તેની માહિતી પ્રાપ્ત કરવા તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092

Leave a Comment

और पढ़ें