ભરૂચની કલરવ સ્કૂલ અને ત્રાલસા ગામની અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને નરેશભાઈ પટેલના મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું,

છેલ્લા ૨૫ વર્ષથી ચાલતી આ પરંપરા નરેશભાઈ પટેલના સમાજ પ્રત્યેના અવિરત સમર્પણનું પ્રતીક છે, પરંતુ આ વર્ષે નરેશભાઈ પટેલ ના ૬૦ માં જન્મદિવસની ઉજવણી મનોવિજ્ઞાન અને દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવી હતી.૧૧ જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ અને શ્રી ખોડલધામ સમિતિ ભરૂચ પરિવાર દ્વારા ભરૂચ જિલ્લાના કલરવ સ્કૂલ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ના મનોદિવ્યાંગ બાળકો સાથે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા કલરવ સ્કૂલ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, ઉપરાંત તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, બીજા કાર્યક્રમમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મનોદિવ્યાંગ બાળકોને ફ્રુટ કીટ તથા શૈક્ષણિક કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ, ભરૂચ અંકલેશ્વરના ટ્રસ્ટીઓ, દક્ષિણ ગુજરાત ઝોન ખોડલધામ મહિલાના કન્વીનર, જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર, સહ કન્વીનર, જીલ્લા મહિલા સમિતિના કન્વીનર, સહ કન્વીનર, કેડીવાયએસ સમિતિના કન્વીનર, સહ કન્વીનર તથા જિલ્લાની તમામ તાલુકા શહેરની સમિતિઓના કન્વીનર સહ કન્વીનર તથા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખશ્રીઓ, આગેવાનો, યુવાનો, મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા,

અત્રે ઉલ્લેખની છે કે નરેશભાઈ પટેલ હંમેશા વંચિતોને જરૂરિયાત મંદ વર્ગો માટે કાર્ય કર્યું છે, તેમણે આ વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી માટે મનો દિવ્યાંગો અને દિવ્યાંગોની સેવા પસંદ કરી છે, આ એવા લોકો છે જેઓને આપણા પ્રેમ,હુફ અને સહારાની સૌથી વધુ જરૂર છે, ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા મનો દિવ્યાંગ બાળકોની સાથે ઉજવેલો જન્મદિવસ એક યાદગાર પ્રસંગ બની રહેશે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો.

સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









