“ડિજિટલ યુગ” ના અહેવાલ ની અસર ::: ખખડધજ અરગામા ભૂખી પુલ પર તંત્ર એ સમારકામ હાથ ધર્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના વિલાયત ભૂખી પુલ પર ઠેર ઠેર ખાડાઓ અને પુલ જર્જરિત બન્યો હતો.ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સદર પુલ પરથી પસાર થવામાં પંથકના વાહન ચાલકો ને ડર સતાવી રહ્યો હતો.જે અંગે સામાન્ય જનતા માં ભૂખી પુલ ની ટકાઉ ક્ષમતા સામે અનેક સવાલો ઉભા થયા હતા.જે અંગે ના અહેવાલો ડિજિટલ યુગ મા પ્રસારિત કરાતા સંબંધિત તંત્ર સફાળું જાગ્યું હતું

અને મરામત કાર્ય હાથ ધર્યું હતું.પરંતુ આ સમારકામ ને પંથકની પ્રજા માત્ર “નાટક”ગણાવી રહી છે.જાગૃત નાગરિકો વ્યવસ્થિત રીતે ટકાઉ અને દુર્ઘટના રહિત મરામત કામ થાય તેવી માંગ કરી રહયા છે.જ્યારે બીજી તરફ ના બંધ પુલ ને પણ જમીનદોસ્ત કરી નવેસર થી બનાવવા માં આવે તેવી માંગ પંથકની પ્રજા દ્વારા કરવામાં આવી છે.આ બાબતે માર્ગ અને મકાન વિભાગ ના સંદીપ ભાઈ નો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ ભૂખી પુલ જર્જરિત ન હોવાની વાત જણાવી હતી.સાથે જ બાજુ નો બંધ પુલ બનાવવા નું પણ જણાવ્યું હતું,પરંતુ હમણાં વરસાદ ને લીધે વર્ક ઓર્ડર નથી આપ્યું.હવે લગભગ ઓક્ટોબર માં નવા બ્રિજ બનાવવા ની કામગીરી શરૂ થશે.હાલ જે સળિયા બહાર દેખાય છે તેનું કામ ટ્રાફિક ને લીધે ગુંચવાય છે.પરંતુ સોલિડ સિમેન્ટ વાપરી આ કામ પણ પૂર્ણ કરવામાં આવશે તેમ સંદીપ ભાઈએ જણાવ્યું હતું.વધુમાં તેઓ એ કહ્યું હતું કે ટ્રાંફિક ની સમસ્યા ને પગલે રાત્રી ના સમયે સમારકામ કરવાનું નક્કી કરાયું છે.બાજુ ના બંધ બ્રિજ વિશે સંદીપ ભાઈ ને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તે મંજુર થઈ ગયું છે.કોન્ટ્રાક્ટર ડિપોઝીટ ભરશે એટલે વર્ક ઓર્ડર મળી જશે.પણ હાલ ચોમાસા ને કારણે કામગીરી થાય તેમ નથી.ઉક્ત બ્રિજ ને તોડી ને નવેસર થી નવું બ્રિજ નું બાંધકામ હાથ ધરાશે.કોન્ક્રીટ નો બ્રિજ તૈયાર કરવાનો હોવાથી કામ શરૂ થયા બાદ તેને પૂર્ણ કરવામાં એક વર્ષ નો સમય લાગશે નો આશાવાદ પી ડબ્લ્યુ ડી ના સંદીપ ભાઈ એ વ્યક્ત કર્યો હતો.

ખખડધજ બ્રિજ બાબતે વાગરા ના ધારાસભ્ય ની કોઈ પ્રતિક્રિયા ન સાંપડી

અત્રે ઉલ્લેખનીય છે કે વિલાયત ચોકડી પાસે ભૂખી ખાડી પર આવેલ બિસમાર પુલ બાબતે વાગરા ના ધારાસભ્ય અરૂણ સિંહ રણાં નો તેઓના પર્સનલ મોબાઈલ પર સંપર્ક કરતા તેઓના પી.એ.એ ફોન રિસીવ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે સાહેબ મિટિંગ માં છે.મિટિંગ પૂર્ણ થાય એટલે તમારી વાત સાહેબ સાથે કરાવું છું.આમ,સદર ખખડધજ પુલ બાબતે વાગરા ના ધારાસભ્ય ની કોઈ પ્રતિક્રિયા જાણી શકાઈ ન હતી.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!