વાગરા થી ભરુચ અવર-જવર અર્થે નિર્માણ કરાયેલ ભૂખી પુલ વર્ષો થી તકલાદી થઈ જવાના કારણે પંથકના લોકોમાં ગંભીર દુર્ઘટના નો ડર ફેલાયો છે.ખાસ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બનતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

ભૂખી ખાડી પર આવેલ બે બ્રિજ માંથી એક બ્રિજ સમારકામ ને બહાને ઘણા સમય થી વાહનો ની અવર જવર માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે.જ્યારે બીજી તરફ નો જે ચાલુ બ્રિજ છે તે પણ એકદમ તકલાદી હાલતમાં ફેરવાયો છે.બ્રિજ પર મસમોટા ગાબડા પડ્યા છે.તો કેટલીક જગ્યાએ તિરાડો પણ પડી હોવાની વિગતો સાંપડી છે.ઉલ્લેખનીય છે કે પુલ પર સળિયા સ્પષ્ટપણે બહાર દેખાતા પ્રજા માં તેમજ વાહનચાલકો માં પુલ ઉપરથી પસાર થવામાં એક પ્રકાર ના ડર ની સાથે ગભરાટ પણ ફેલાયો છે.

વાહનચાલકો તેમજ પંથક ની જનતા દ્વારા સદર પુલ નું નવનિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે.વાગરા તાલુકા માં આવેલ સાયખા,વિલાયત તેમજ પખાજણ ખાતે અનેક નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે.આ ઉદ્યોગો મા કાચા માલ તેમજ તૈયાર માલ ઉપરાંત ઉદ્યોગો ને જરૂરી માલસામગ્રી લાવવા લઈ જવા માટે અનેક નાના-મોટા તેમજ ભારેખમ વજનદાર વાહનો ભરુચ થી વાયા દેરોલ થઈ વિલાયત અને વાગરા તરફ પ્રયાણ કરતા હોય છે.જયાં દેરોલ-વિલાયત ની વચ્ચે થી પસાર થતી ભૂખી ખાડી પર પુલ આવેલ છે.અપ અને ડાઉન બંને તરફ એક એક બ્રિજ આવેલ છે.જેમાંથી એક પુલ તકલાદી તેમજ ભંગાર થઈ જતા રિપેરિંગ ના બહાને તેને ઘણા સમય થી બંધ કરી દેવામાં આવ્યો છે. જે પુલ નું ઘણા સમય થી કોઈ પણ જાતનું રિપેરિંગ પણ કરવામાં આવ્યુ નથી. જેથી બીજા પુલ ઉપર થી વાહન ચાલકો આવ જા કરતા હોય છે. ઉક્ત પુલ ઉપર થી નાના મોટા તેમજ ભારેખમ વજનદાર વાહનો પસાર થવાથી પુલ ઉપર સળિયાઓ બહાર આવી ગયા છે. પુલ ઉપર થી અનેક વાહનો પસાર થતાં હોઇ પુલ માં ધ્રૂજારી પણ લાગતા વાહનચાલકો ને પુલ તૂટે તેવી દહેશત લાગી રહી છે.

વધુમાં વિલાયત થી દેરોલ જતાં માર્ગ પર અસંખ્ય મસમોટા ખાડાઓએ સામ્રાજ્ય જમાવતા વાહન ચાલકો ખાડાઓથી બચવા માટે આમ તેમ વાહન હંકારતા વાહન ચાલકોમા તું તું મૈં મૈં તેમજ મારામારીના બનાવો રોજ બરોજ બની રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આળસ ખંખેરી રોડ તેમજ પુલ નું રિપેરિંગ કે નવનિર્માણ કાર્ય કરાવે તેવી માંગણી પંથક ની જનતા તેમજ ઉદ્યોગકારો માંથી બુલંદ થવા પામી છે.શુ સંબંધિત તંત્ર ગંભીરા પુલ જેવા ગંભીર અકસ્માત ની રાહ જોઇ રહ્યું છે….??? કે પછી જ્યારે કોઈક નો ભોગ લેવાય ત્યાર બાદ જ આળસ ખંખેરી કામગીરી શરૂ કરશે ….???
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









